Rajkot Election Result 2024: આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. રાજકોટમાં મોહન કુંડારિયાની ટિકિટ કાપીને પરષોત્તમ રુપાલાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરષોત્તમ રુપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રુપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ પણ કરાઈ હતી. ત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ પરષોત્તમ રુપાલાને નડ્યો કે મતદારોએ તેમને પસંદ કર્યા તેનો આજે ફેંસલો આવશે.
- પરષોત્તમ રુપાલા 244232 મતથી આગળ
- ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા 215065 મતથી આગળ
- ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા 169718 મતથી આગળ
- પરષોત્તમ રુપાલા 120104 મતથી આગળ
- ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા 91924 મતથી આગળ
- ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા 12358 મતથી આગળ
રાજકોટ લોકસભા બેઠકની મતગણતરીની પ્રક્રિયાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ મહાદેવના દર્શન કર્યા, ભગવાન શિવને જળાભિષેક કર્યો.
પરષોત્તમ રુપાલાએ કાલાવડ રોડ ઉપર આવેલા ચમત્કારી હનુમાન મંદિર ખાતે હનુમાનજીના દર્શન કર્યા.
રાજકોટ લોકસભા બેઠકની મતગણતરીની પ્રક્રિયાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ મહાદેવના દર્શન કર્યા, ભગવાન શિવને જળાભિષેક કર્યો.
પરષોત્તમ રુપાલાએ કાલાવડ રોડ ઉપર આવેલા ચમત્કારી હનુમાન મંદિર ખાતે હનુમાનજીના દર્શન કર્યા.રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા મતગણતરી સેન્ટર પર પહોંચ્યા