Gandhinagar News: જિલ્લાના ચાર સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે.જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે દહેગામના અર્બન એરિયા, ચિલોડા સિહોલી જીઈબી રોડથી છાપરા,કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરા વિસ્તાર તેમજ પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ આસપાસના બે કિ.મી વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ હાથ ધરવાની સૂચનાઓ પણ આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં છૂટાછવાયા 5 જેટલા દર્દીઓના કોલેરા રીપોર્ટ પોઝિટીવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ સારવારની સૂચનાઓ આપી
ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોએ ઝાડા ઉલ્ટીના કેસોમાં ઉછાળો આવતાં ગઈકાલે રાત્રે જિલ્લા કલેકટર દ્વારા દહેગામના અર્બન એરિયા, ચિલોડા સિહોલી જીઈબી રોડથી છાપરા, કલોલના રામદેવપુરા વાસ,ગાયનો ટેકરા વિસ્તાર તેમજ પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ આસપાસના બે કિ.મી વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ સારવારની સૂચનાઓ આપી દેવાઈ છે. કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરગ્રસ્ત જાહેર કરી પ્રાંત ઓફિસર કલોલ અને ગાંધીનગરના પ્રાંત ઓફિસરને તાત્કાલિક આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા આદેશ આપ્યા હતા.
મહત્વનુ છે કે, છેલ્લા 3 વરસથી ગાંધીનગર અને કલોલ વિસ્તારમાં અવારનવાર કોલેરાના કેસમાં વધારો થતા જોવા મળી રહ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગે સતર્ક થઈને 10થી વધુ ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને – આરોગ્યની ચકાસણી શરુ કરી દીધી છે.
અગાઉ 30 ડિસેમ્બરે પણ ગાંધીનગર જીલ્લા કલેકટર દ્રારા તાત્કાલિક જાહેરનામુ બહાર પાડીને કલોલના અનેક ગામ, ઉવારસદ, કર્ણાવતી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા અને 20થી વધુ આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને લોકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી