MORBI Fire DRIVE: રાજકોટ દુર્ઘટના ને લઈ રાજ્ય સરકાર દ્વારા બી યુ સર્ટિફિકેટ્સ,ફાયર સહિત નિયમોનું રાજ્યભર માં કડક પાલન થાય તે માટે સરકારી તંત્ર ને આદેશ જારી કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા કલેકટર, અધિક કલેક્ટર દ્વારા આ નિયમ ના કડક અમલવારી અંગે વિશેષ ડ્રાઈવ યોજાઇ.
મોરબી જિલ્લા કલેકટર, અધિક કલેક્ટર ના સીધા માર્ગદર્શન માં જિલ્લા વહીવટી તંત્ર ,નગરપાલિકા અને Fire Officer દ્વારા જિલ્લા ની સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, મોલ, શોપ, સુપર માર્કેટ, એપાર્ટમેન્ટ્સ સહિત વિવિધ સ્થળે કડક ઝુંબેશ સાથે જરૂરી બી.યુ.સર્ટીફિકેટ્સ, ફાયર સંસાધનો , સુવિધાની સુવિધા છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.
મોરબી માં નિયમોના ભંગ કરતાં યુનિટો પર તવાઈ
Morbi માં બી યુ સર્ટિફિકેટ્સ,ફાયર સહિત નિયમ મુજબ જરૂરી તમામ બાબતે સરકારી તંત્ર દ્વારા કડક પરીક્ષણ,ચેકીંગ,ફાયર સુવિધા ના અભાવ કે બીયું સર્ટી ફિકેટ્સ નહિ ધરાવતા યુનિટોને નોટિસ સાથે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બાબતે સાથે મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે વધુ માં જણાવ્યું કે આ વિશેષ ડ્રાઇવ જ્યાં સુધી તમામ યુનિટો ની જરૂરી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે.
સમગ્ર રાજ્યભર માં સઘન ચેકીંગ ઝુંબેશ, ડ્રાઈવ સતત ચાલુ રહશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ TRP Game Zone Rajkot દુર્ઘટના બાદ Gujarat Government રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આ પ્રકારે વિશેષ સઘન ચેકીંગ ઝુંબેશ જારી કરવામાં આવેલ છે.. અને જારી નિયમ મુજબ સંસાધનો, બી.યુ.સર્ટીફિકેટ્સ, ફાયર સુવિધાઓ થી લઈ જરૂરી તમામ બાબતે તંત્ર આકરા પાણીયે, અને આ સુવિધા વિના ના યુનિટો ને જરૂર જણાયે સીલ સહિત સરકાર દ્વારા કાનૂની રાહે કાયદાકીય પગલાં સહિત કાનૂની કાર્યવાહી અને આકરા પગલાં સાથે રાજ્ય સરકાર દ્વારા મોરબી સહિત સમગ્ર રાજ્યભર માં સઘન ચેકીંગ ઝુંબેશ, ડ્રાઈવ સતત ચાલુ રહશે.