Gujarat News: વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં તા. 4 જૂન પહેલા પ્રિ-મોન્સૂનની એક્ટિવીટી જોર પકડશે. તેમજ રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં ડાંગ અને વલસાડમાં વરસાદ થશે. તેમજ ભરૂચ અને પંચમહાલ જીલ્લામાં પણ વરસાદની શક્યતા છે.
1.રાજ્યમાં ક્યાં ક્યાં પડશે વરસાદ
4 જૂન સુધી ખેડા, વડોદરા, આણંદ, ધંધુકા, ધોળકામાં વરસાદ થશે. તેમજ સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.
2. હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરાઈ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા. 28 મે થી 1 જૂન સુધી રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 28 થી 29 દરમ્યાન હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારનાં 50 કિમી નાં વિસ્તારમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપી છે. જેમાં દરિયા કિનારાનાં વિસ્તાર એવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે.
3. રાજ્યમાં ત્રણ દિવસ કોઈ આગાહી નહી
તા. 30 થી 1 જૂન સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ક્યાંય પણ કોઈ ચેતવણી આપવામાં આવી ન હોઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
4. ઉ.ગુજરાતમાં હાલ ગરમીથી રાહતના અણસાર નહીં
હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે.
5. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નહીં
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી. ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના ઉત્તર અને મધ્યમ ભાગમાં ત્રણ દિવસ માટે સ્ટ્રોન્ગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડીશન બની રહેશે. ત્રણ દિવસ માટે રાજ્યના મહત્તમ ભાગોમાં 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે