Atal Sarovar Rajkot : રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. કોર્પોરેશન દ્વારા 136 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અટલ સરોવરને વિધિવત રીતે શહેરીજનો માટે ખુલ્લો મુકાઈ ગયો છે. ગત 7મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અટલ સરોવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. થોડું ઘણું કામ બાકી હોવાના કારણે લોકો માટે વિધિવત ખુલ્લુ મુકવામાં આવ્યું ન હતું. દરમિયાન ગુજરાત રાજ્યના સ્થાપના દિને વિધિવત રીતે અટલ સરોવર લોકો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે.
અટલ સરોવર ખાતે 90થી 100 ફૂટ ઉંચા ફુવારા સાથે ફાઉન્ટેઇન શો ની સુવિધા તેમજ બાળકો માટે અવનવી રાઈડ્સ, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓથી સજ્જ તેમજ બે ફ્લેગ પોલ પૈકી એક પોલની ઉંચાઇ 70 મીટરની છે. જે ગુજરાતનું સૌથી ઉંચો ફ્લેગ પોલ છે. જેના પર ભારતનો ઝંડો ફરકાવવામાં આવશે. શહેરમાં લાલપરી અને રાંદરડા તળાવ બાદ છેલ્લા 40 થી 50 વર્ષોમાં એકમાત્ર તળાવ છે. જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
અટલ સરોવર રાજકોટનું નવુ નજરાણું છે. જો સુવિધાની વાત કરીએ તો તે અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું છે. તે કોઈ વિદેશના લેક જેવું લાગે છે. અટલ સરોવર એ રાજકોટમાં ફરવા માટેનું નવુ સ્થળ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા હશે. આ સાથે જ ભવિષ્યમાં અહીં બોટિંગ પણ કરવામાં આવશે.
અંદાજે 41 કરોડના ખર્ચે આ સ્થળે અટલ લેક પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે જે અમદાવાદ રિવરફ્રન્ટની જેમ છે. આ સાથે જ અહીં અટલ લેક, પાર્કિંગ, ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધા લોકોને મળે છે અને એજન્સી દ્વારા 15 વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી રહેશે.
જેમાં, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટનિકલ ગાર્ડન, બોટનિકલ ક્લોક, સાયકલ ટ્રેક, પર્પાકિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઈન, ફેરી વ્હીલ, એમ્ફીથિયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વર્ષ 2019થી અટલ સરોવરનું કામ ચાલી રહ્યું હતું. વિશાળ અટલ સરોવર ઉપરાંત વિવિધ રાઈડસ, નયનરમ્ય બગીચા, આંતરિક પાકા રસ્તા, વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, ફૂડ કોર્ટ, ગ્રામીણ કુટિર વગેરે આકર્ષણો અહીં જોવા મળે છે.
હવે વાત કર્યે તો ફી કેટલી છે ?
અટલ સરોવર માં પ્રવેશ ફી મોટા લોકોની 30 રૂપિયા અને જ્યારે 12 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળક માટે ટિકિટનો દર રૂ.10 રાખવામાં આવ્યો છે. મ્યુઝીકલ ફાઉન્ટન એમ્ફી થિયેટરમાં બેસીને માણવા માટે 80 રૂપિયા ચૂકવવા પડશે. ચકડોળની રાઈડ પણ 80 રૂપિયામાં માણવા મળશે. હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન શો થાય તેવી શક્યતા છે. સંભવત રાત્રે 8 વાગ્યા આસપાસ આ શો માની શકો છો
અટલ સરોવરમાં પ્રવેશવા માટેની ટિકિટમાં ઘસારો રહેતો હોવાથી લોકોને અગવડ ના પડે તે હેતુથી દરરોજ 8-10 બારી અને રજાના દિવસોમાં 20 બારી ખુલ્લી રખાશે તેમજ મેઈન ગેટની પાસે QR કોડ સ્કેન કરીને પણ ટિકિટ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આગામી દિવસોમાં ઓનલાઇન ટિકિટ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવ