Ahmedabad News: અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ શહેર અને ગ્રામ્યની તમામ શાળાના આચાર્યને પરિપત્ર મોકલી આદેશ આપ્યો છે કે, શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત કામગીરી સવારે 7થી 9 અને 7 થી 10 સુધી રાખવી
અમદાવાદમાં આગામી 4 દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. જે આગાહીના પગલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ શહેર અને ગ્રામ્યની તમામ શાળાના આચાર્યને પરિપત્ર મોકલ્યો છે. ગ્રામ્ય શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત કામગીરી સવારે 7થી 9 સુધી રાખવા તેમજ શહેરમાં શાળાની કામગીરીનો સમય 7થી10 રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈ નિર્ણય લેવાયો
અત્રે જણાવીએ કે, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગ ઓકતી ગરમીના કારણે લૂ લાગવાના સહિતના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ગરમી અને હવામાનની આગાહીને ધ્યાને લઈ અમદાવાદ DEO મહત્વનો આદેશ બહાર પાડી શાળામાં કામગીરી શહેરમાં સવારે 7થી 10 સુધી તેમજ ગ્રામ્યમાં 7થી 10 કામગીરી રાખવાનું જણાવ્યું છે. જે નિર્ણય શાળાઓના આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો છે.
ગરમીથી બચવા અપીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ ગરમીના સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું તેમજ લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં. ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ