Gujarat News : ગુજરાતમાં દારૂ બંધી છે, અને એના કારણે ગુજરાત માં દારૂ ની હેરાફેરી કરનારાઓનો પાર નથી. દારૂના
બુટલેગરો અને દારૂ ના શોખીનો કોઈને કોઈ રીત થી પોતાના પ્રોગ્રામ ની વ્યવસ્થા કરી લેતા હોય છે.
ગાંધી ના ગુજરાત માં દારૂ ની હેરાફેરી ની નવી રીત ઝડપાઇ
તાજેતરમાં લોકસભાની ચૂંટણી ને લઈને ગુજરાત પોલીસ દ્વારા સખત કાર્યવાહી થકી ગુજરાત માં દારૂ ની હેરાફેરી ઘટાડવા
માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દારૂની હેરાફેરી માટે બુટલેગરો કેવી ટેકનિક ઉપયોગ કરતાં હોય છે.
તાજેતર માં ગુજરાત પોલીસ દ્વારા એક અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરતાં બુટલેગર ને પકડવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ ના નિકોલ વિસ્તારમાંથી એક ઇસમને દારૂ ના રૂ.૨,૬૯,૦૪૦/- ના જથ્થા સાથે
પકડવામાં આવ્યો. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ઈસમ કે જે રાજસ્થાન નો નિવાસી છે અને તેની કારમાં આ દારૂ
નો જથ્થો લઈને રાજસ્થાન થી આવ્યો છે. અને તેની કાર ને પોલીસ ટ્રેક ના કરી શકે તે માટે તેને કારમાં GPS જામર
લગાવ્યું છે. આમ અત્યાધુનિક ટેકનોલોજી નો ઉપયોગ બુટલેગરો પોલીસ ને ચકમો આપવા કરી રહ્યા છે.
જોકે ગુજરાત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા સધન અને ઝડપી કાયદેસર કાર્યવાહી ના કારણે આ બુટલેગર પકડાઈ
ગયો. સાથે એને ઉપયોગ કરેલ આ ટેકનોલોજી ને લઈને ગુજરાત પોલીસ આ બાબત માં સક્રિય બની છે.