NAFED Election : NAFED ની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. NAFED નાં ડિરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા. 1 બેઠક માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા.
નાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત સાત નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી.
આ દાવેદારીમાં રાજકોટ લોકસભા બેઠક પર ભાજપમાંથી જેમની ટીકીટ કપાયેલી છે તેવા મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ તરફથી કોઈને મેન્ડેટ આપવામાં આવ્યું નહોતું. આજે 15મીએ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે હવે નાફેડમાં ઇફકોવાળી થશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
આ બેઠક માટે 5થી વધુ આગેવાનોએ ફોર્મ ભર્યા હતા. મોહન કુંડારિયા, જેઠા ભરવાડ, તેજસ કુમાર પટેલ, અમૃત દેસાઈ, જસવંત પટેલ, મગન વડાવીયા અને મહેશભાઇ સહિતનાઓએ ફોર્મ ભર્યા હતા.જોકે, ફોર્મ ખેચવાના અંતિમ દિવસે ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા.
નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા. મોહન કુંડારિયાની સાથોસાથ ફોર્મ ભરનારા અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે મોહન કુંડારિયા બિનહરિફ વિજેતા જાહેર થયા હતા. નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તરફથી તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેકટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે.15 મે ઉમેદવારી પત્ર પરત ખેંચવા નો અંતિમ દિવસ હતો