Jain News: અમદાવાદ રાજનગરની ધન્યધરાએ સેટેલાઈટ જૈનસંઘના આંગણે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજાની ૬રમી દીક્ષા નિમિત્તે સમૂહ સામાયિક સહ ગુરૂગુણ ગુંજનનો ભવ્ય કાર્યક્રમ તારીખ ૧૩ મેના રોજ પૂજ્ય ગુરુલબ્ધિ કૃપાપાત્ર આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજા તથા ગુરૂકલ્પ ના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજા આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં પૂજ્યશ્રીના ગુરૂભક્ત પરિવારો દ્વારા યોજાઈ ગયો.
પૂજ્ય ગુરુદેવ ના સંસ્મરણો ને વાગોળતાં ગુરુભગવંતો
સવારે સૌનું આગમન થયેલ.અને લક્કી ડ્રોની કુપનનું વિતરણ થયેલ. બાદ અંકુર શાહે સંગીતના તાલ સાથે ગુરૂવંદના કરાવેલ. કલ્પેશભાઈ બી.શાહ દ્વારા પૂજ્યશ્રીનો ગુણાનુવાદ કરાયેલ.બાદમાં પૂજ્ય મૂનિરાજ શ્રી સિધ્ધરત્ન વિજયજી મહારાજ સાહેબ , પૂજ્ય મૂનિરાજ શ્રી ભવ્યરત્ન વિજયજી મહારાજ સાહેબે પૂજ્ય ગુરૂભગવંતને યાદ કરી તેમના દ્વારા અપાતા માર્ગદર્શન સુચનો ને યાદ કરેલ. બાદમાં પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરીશ્વરજી મહારાજાએ પૂજ્યશ્રી ને યાદ કરતાં જણાવેલ કે ભક્તિસૂરી સમૂદાય હોય કે જૈનશાસનનો કોઈપણ સમૂદાય હોય પૂજ્યશ્રી દ્વારા હંમેશાં મીઠીનજર સહ ઉપયોગી માર્ગદર્શન સતત મળતું રહેતું હતું.
પૂજ્ય કાંકરેજ કેસરી ની સેવાની અને આચારની જ્યોત
પૂજ્યશ્રીના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજાએ પૂજ્યશ્રી દ્વારા થયેલા શાસન પ્રભાવક કાર્યોને ઉજાગર કરી તેમણે સિંચેલ માર્ગમાં શાસનની સેવાકીય કાર્યોની સતત જાગૃત રાખવા પ્રેરણા આપેલ.
આ પાવન અવસરે પૂજ્ય ગુરૂદેવનું ગુરૂપૂજન કરવાનો લાભ પરમ ગુરૂભક્ત હર્ષાબેન હેમલભાઈ કારભારી પરિવાર દ્વારા લેવાયો.
મુમુક્ષૃ દેવાંગભાઈ નું દિક્ષા મુહુર્ત
આ પાવન અવસરે સોમેશ્વર સંઘમાં પૂજ્ય ગુરૂકલ્પ ના આજીવન ચરણોપાસક પૂજય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજાના શીષ્ય બનવાના છે એવા મુમુક્ષૃ દેવાંગભાઈ નું દિક્ષા મુહુર્ત અર્પણ કરાયું. મુમુક્ષુ દેવાંગભાઈની દિક્ષા જેઠ સુદ છઠ્ઠ, તારીખ ૧૨-જૂન -૨૦૨૪ ના રોજ સોમેશ્વર જૈન સંધ મધ્યે પૂજ્ય ગુરુલબ્ધિ કૃપાપાત્ર આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે પ્રવ્રજ્યા સ્વિકાર કરશે.
તેમજ પૂજ્યશ્રીના આગામી ચાતુર્માસ પ્રવેશ માટે મીરામ્બીકા જૈન સંઘ દ્વારા વિનંતી કરાતાં ચાતુર્માસ પ્રવેશનું મુહુર્ત અષાઢ સુદ-નોમ, તારીખ ૧૫-જુલાઇ ૨૦૨૪ ના રોજનું અર્પણ કરવામાં આવેલ.
સેટેલાઈટ જૈન સંઘ દ્વારા સુચારૂ આયોજન
આ પ્રસંગે રૂપિયા પ૦ નું સંઘપૂજન થયેલ. બાદમાં સૌએ સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ. વિશાળ સંખ્યામાં ગુરૂભક્ત પરિવાર ઉપસ્થિત રહેલ. સેટેલાઈટ જૈન સંઘ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે સાધર્મિક ભક્તિ, અનુકંપા, જીવદયા જેવા અનેક વિશિષ્ઠ કાર્યો પૂજ્યશ્રીની પ્રેરણાથી વિવિધ સંઘોમાં કરવામાં આવેલ.