Mumbai Weather: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે બપોરે એક જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું. જોરદાર વાવાઝોડાને કારણે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર મોટું હોર્ડિંગ પડી ગયું. પેટ્રોલ પંપ પર લોકો પોતાના વાહનોમાં તેલ ભરી રહ્યા હતા.
ત્યારે જ આ અકસ્માત થયો હતો. લોકો કંઈ સમજે તે પહેલા લોખંડની એંગલ સહિતનું આખું હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડી ગયું હતું. આ અકસ્માતમાં 37 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોર્ડિંગ નીચે 100થી વધુ લોકો ફસાયા છે.