થરા નગરપાલિકાની
તા.૧૩/૫/૨૦૨૪ ને સોમવારે સવારે ૧૧-૦૦ વાગ્યે થરા નગર પાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારી ડીસાની ઉપસ્થિતિમાં બીજા તબક્કા માટે મહીલા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાયેલ.જેમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ચેતનાબેન નિરંજનભાઈ સોની તેમજ ઉપપ્રમુખ તરીકે નીતલબા જયપાલસિંહ વાઘેલા ના નામનો મેન્ડેડ આપયેલ.
જેથી થરા નગરપાલિકા પ્રમુખ તરિકે ચેતનાબેન નિરંજનભાઈ સોની અને ઉપપ્રમુખ તરીકે નીતલબા જયપાલસિંહ વાઘેલા ની બિનહરીફ વરણી કરવામાં આવેલ.ઉપસ્થિત સૌએ નવિન હોદ્દેદારો ને અભિનંદન આપેલ.
ચેતનાબેન નિરંજનભાઈ સોની પ્રમુખ
નીતલબા જયપાલસિંહ વાઘેલા ઉપપ્રમુખ
છે.નવા વરાયેલા હોદ્દેદારો માટે થરા નગરમાં ટ્રાફિક, રખડતાં ઢોરો અને ફૂટપાથ સર્વીસ રોડ ઉપરના દબાણો, બિનકાયદેસર આડેધડ બાંધકામોથી લોકો જે ત્રાહિમામ પોકારી ગયા છે તેને હલ કરવા કમર કસવી પડશે.
ચુંટણી અંતગર્ત ગત તા.૧૧/૫/૨૦૨૪ને શનિવારે પ્રમુખ ઉપપ્રમુખપદ માટે જિલ્લા માંથી આવેલ પક્ષના ત્રણ નિરીક્ષકોએ સેન્સની વિધિ કરી હતી.
અગાઉ મહિલા પ્રમુખપદની રેસમાંભાજપ ના વોર્ડનં.૫ના સભ્ય અને વર્તમાન કારોબારી અધ્યક્ષા દિપાલીબેન યાજ્ઞિકકુમાર અખાણી,વોર્ડ નં.૧ શાહ ગીરાબેન ધીરજકુમાર,પટેલ વજીબેન રાયમલભાઈ, વોર્ડ નં.૩ દેસાઈ લાખુબેન અમરતભાઈના નામો અગ્રેસર હતા.જ્યારે ઉપપ્રમુખ પદની રેસમાં વોર્ડ નં.૩ ગોહિલ ભુપતાજી નાથાજી,વોર્ડ નં. ૧ પ્રજાપતિ રસિકભાઈ ગોરધન ભાઈ,વોર્ડ નં.૪ના વાઘેલા વિક્રમ સિંહ બેચરસિંહ નામ હતાં. જોકે બંને નામ અલગ મોકલી સૌને ચોકાવ્યા છે.
જોકે આ ચુંટણી માં બનાસકાંઠા જિલ્લામાં ભાજપના બે ગૃપ વચ્ચે બરોબર ની ખેંચ તાણ ચાલી રહી છે.જેનો ભોગ પણ કેટલાક બની રહ્યા હોવાનું સંભળાય છે. જોકે આ ખેંચતાણ સંસદ નું પરિણામ આવી ગયા બાદ ક્યાં ગૃપ મેદાન મારે છે તેના ઉપર આગામી સમયમાં નિભૅર રહેશે.હાલે
થરા નગર પાલિકામાં વૉર્ડ ૬(છ)નાં કુલ ૨૪ સભ્યો પૈકી ભાજપના ૨૦(વીસ) સભ્યો જ્યારે કૉંગ્રેસના ૪(ચાર) સભ્યો છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ન હતું