Jain News : કાંકરેજી સમાજના મહેતા પરિવારજનો પ્રતિવર્ષ મા ચામુંડાના દર્શનાર્થે રાજસ્થાનના મોકલસર જાય છે. આ વર્ષે ત્રણ લકઝરી બસો દ્વારા નાથપુરા નિવાસી મહેતા શારદાબેન કાંતિલાલ હ.ઈન્દુબેન દિનેશભાઈ પંડિતવર્ય પરિવાર દ્વારા તા.૪-પ મેના રોજ યોજાયેલ.
તા.૩ ના રોજ સાંજે સૌ નાથપુરા મધ્યે ક્ષેત્રપાળ વીર મહારાજના દર્શન વંદન કરી ચૌવિહાર કરી સૌએ પ્રસ્થાન કરેલ. સવારે વિજયપતાકા તીર્થ મધ્યે પહોંચેલ. સૌએ સેવાપૂજા કરેલ તેમજ મહાલક્ષ્મી પૂજન કરી ધન્યતા અનુભવેલ. બાદમાં બપોરે ભોજન લઈ પરિવારની બેઠક યોજાયેલ.
મહેતા પરિવાર યાત્રા પ્રવાસ ના લાભાર્થી પરિવાર નું સન્માન
જેમાં યાત્રા પ્રવાસના સંપૂર્ણ લાભાર્થી પંડિત દિનેશભાઈ તથા ઈન્દુબેન, હાર્દિક-દર્શિતા આદિનું મહેતા પરિવાર દ્વારા બહુમાન કરાયેલ. જેમાં વિવિધ સ્નેહીજનો દ્વારા લાભાર્થી પરિવારનું બહુમાન થયેલ. રૂા.૬૦ નું સંઘપૂજન થયેલ. પરિવાર દ્વારા આગામી વર્ષના યાત્રા પ્રવાસની જાહેરાત થયેલ તેમજ વિવીધ ચર્ચા વિચારણાઓ થયેલ.
વાજતે ગાજતે માં ચામુંડા ને ભેટણું
રાત્રે સૌ જહાજ મંદિર ગયેલ જ્યાં સવારે સેવાપૂજા કરી સૌ વાજતે-ગાજતે કુળદેવી મા ચામુંડાને ભેટવા મોકલસર ગયેલ.જ્યાં કુળદેવતા સહ માતાજીને પ્રસાદ ચડાવી દર્શન વંદન સૌએ કરેલ.
સાંજે સૌ જીરાવલા તીર્થ મધ્યે દર્શનાર્થે ગયેલ જ્યાં દર્શન-વંદન કરી સૌ પરત ફરેલ. લાભાર્થી પરિવાર દ્વારા યાત્રિકોનું પરિવાર દીઠ બહુમાન કરેલ. જીવદયાની ટીપ સારી થયેલ.