Lok Sabha Election : લોકસભાની 26 બેઠકોમાંથી સુરતની બેઠક પર ભાજપનાં મતદાર બિનહરીફ થતા ભાજપમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. આજે રાજ્યમાં 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં સવારે 9 વાગ્યા સુધી 10.51 ટકા મતદાન થવા પામ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છમાં થયું હતું.
રાજ્યમાં સવારે 9.00 વાગ્યા સુધી 10.51% મતદાન
- બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 %
- કચ્છમાં સૌથી ઓછું 8.8% મતદાન
- પાટણમાં 10.42%,મહેસાણામાં 10.5% મતદાન
- સાબરકાંઠામાં 11.43%, ગાંધીનગરમાં 10.31% મતદાન
- અમદાવાદમાં પૂર્વ 9.7%, અમદાવાદ પશ્ચિમમાં 9.5% મતદાન
- સુરેન્દ્રનગરમાં 9.43%, રાજકોટમાં 10.5% મતદાન
- પોરબંદરમાં 9.3%, જામનગરમાં 9.7% મતદાન
- જૂનાગઢમાં 9.8%, અમરેલીમાં 9.3% મતદાન
- ભાવનગરમાં 9.7%, આણંદમાં 10.35% મતદાન
- ખેડામાં 10.20%, પંચમહાલમાં 9.16% મતદાન
- દાહોદમાં 10.94%, વડોદરામાં 10.64% મતદાન
- છોટા ઉદેપુરમાં 10.3%, ભરૂચમાં 10.8% મતદાન
- બારડોલીમાં 11.54%,નવસારીમાં 10.2% મતદાન
- વલસાડમાં 11.65% મતદાન નોંધાયુ