Lok Sabha Election : આ વખતે લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે.
રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાએ કર્યું મતદાન
કુંવરજી બાવળિયાએ વીંછીયાની કન્યાશાળાના મતદાન કેન્દ્રમાં પરિવાર સાથે મતદાન કર્યું. સાથે જ કુંવરજી બાવળિયાએ દાવો કર્યો હતો કે ‘પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે.’
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે માતા પિતાના આશીર્વાદ લઇ મતદાન કર્યું.ગેનીબેન ઠાકોર મતદાન કરતી વખતે ભાવુક થયા સાથે જ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી
આનંદીબેન પટેલે મતદાન કર્યું
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુંસાબરકાંઠાના મોડાસામાં મતદાન માટે લાગી લાઈન
મોડાસામાં વહેલી સવારથી જ લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો, ગરમી વધે તે પહેલા મતદાન કરવા પહોંચ્યા લોકો
PM મોદીએ કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપનાં નિશાન સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. NSG દ્વારા મતદાન મથકે ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું.સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાવવાની કરી અપીલ
ત્રીજા તબક્કાનું મતદાન શરૂ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે અમદાવાદમાં મતદાન કરવાના છે અને આ પહેલા એમને ટ્વીટ કરીને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી.
લોકસભા ચૂંટણી હવે તેના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને થોડા સમયમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થવાનું છે. આજે 93 બેઠકો માટે મતદાન થશે જેમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
આટલી બેઠકો પર આજે મતદાન
ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત ગોવાની 2 બેઠકો, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકોનો સમાવેશ થાય છે