આ ડીરેકટર ની ચુંટણી માં ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ગુજરાત ભાજપ તરફથી સહકાર સેલના બિપીનભાઇ પટેલ-ગોતાના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો છે.અન્ય ફોર્મ પૂર્વ સાંસદ જયેશ રાદડિયા અને પંકજ પટેલ રહેવા પામેલ છે.
ઇફકોની ચૂંટણીમાં અમિત શાહની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગે છે. જયેશ રાદડિયાને અમિત શાહ મનાવવામાં નિષ્ફળ રહ્યાં છે. આ સંજોગોમાં ગુજરાતના 180 મત વિભાજિત થઇ જવાની સંભાવના છે.
જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના એક વગદાર નેતા હોવાને નાતે ઇફકોના ડિરેક્ટર માટે સૌરાષ્ટ્રના મત પર તેમનું સારૂ વર્ચસ્વ છે. તેમ જ મોડાસાના પંકજ પટેલ પણ પ્રભુત્વ છે. આ મતોનું વિભાજન થતાં અણધાર્યું પરિણામ આવી શકે છે.
જયેશ રાદડિયાને પોરબંદરથી લોકસભાની ટિકિટ ના મળતા તેમના સમર્થકોમાં નારાજગી હોવાની ચર્ચા ચાલી રહી છે. વિઠ્ઠલ રાદડિયા ઇફકોમાં ગુજરાતનું પ્રતિનિધિત્ત્વ કરતા હતા. વિઠ્ઠલ રાદડિયા બાદ હાલ જયેશ રાદડિયા રાજકોટ સહકારી બેન્કના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી સારી સેવા ઓ આપી રહ્યા છે