ઉત્તર ગુજરાત યુનિર્વસિટી, પાટણ દ્વારા સ્નાતક-અનુસ્નાતક સેમ-1ની ઓનલાઇન પરીક્ષા લેવા નિર્ણય:
હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ગત ઇસીમાં જ ઓનલાઇન પરીક્ષાઓ પર બેન્ડ મૂકી
ઓફલાઈન પરીક્ષાઓ જ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરંતુ ફરી કોરોનાના કારણે સ્થિતિ ગંભીર બનતા પરીક્ષાઓ લેવા અંગે બેઠકમાં નિર્ણય બદલી
સ્નાતક અને અનુસ્નાતક સેમિસ્ટર-1ની પરીક્ષાઓ ઓનલાઇન લેવાય નિર્ણય લેવાયો છે.
ઓનલાઇન પરીક્ષાની તારીખો અને માળખું ટૂંક સમયમાં પરીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.
યુનિવર્સીટી દ્વારા વધતા કોરોનાના કેસોને લઇ સરકારની સૂચના આધારે
કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમોમાં 15 માર્ચથી શરૂ થયેલી પરીક્ષાઓમાં
ફક્ત એક-બે પેપર બાકી રાખવામાં આવ્યા હતા તેમજ
એપ્રિલમાં યોજાનાર અનુસ્નાતક સેમિસ્ટર 1ની 17 અભ્યાસક્રમોની પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી
ત્યારે મોકૂફ રાખેલ પરીક્ષા એપ્રિલ માસમાં બંધ રહેતા
હવે મે માસમાં લેવા માટે કુલપતિ સાથે પરીક્ષા વિભાગ અને તજજ્ઞોની બેઠક મળી હતી.
જેમાં ચર્ચા વિચારણા બાદ સંક્ર્મણ વધી રહ્યું હોઈ
હાલમાં ઓફલાઈન પરીક્ષાઓ લઇ શકાય તેમ ન હોઈ
ઓનલાઇન પરીક્ષાઓ લેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓનલાઇન પરીક્ષાનું આયોજન પૂર્ણ થતા તારીખો જાહેર થશે
ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ગીરીશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે
જે પેપર બાકી હતા.એ યુ.જી અને પી.જી સેમ 1 ની પરીક્ષાઓ લેવાશે.
જેના માટે પેપર સેટ તૈયાર થયા બાદ તેમજ
સોફ્ટવેરમાં કેટલીક ખામીઓ હોય તે દૂર થાય અને યોગ્ય વ્યવસ્થા ગોઠવાયા બાદ
ટૂંક સમયમાં જ ઓનલાઇન પરીક્ષાની તારીખો અને માળખું જાહેર કરવામાં આવશે.