Jain News : કાંકરેજની ધર્મનગરી થરા મધ્યે પૂજ્ય ભક્તિસૂરી સમૂદાયના ગચ્છનાયક પૂ. જ્યોતીષાચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા, ગુરૂકલ્પ ના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજા, ડહેલાના સમૂદાયના વડીલનાયક પૂજ્ય આચાર્ય શ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્ર સૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં નાથપુરા નિવાસી ચેતનકુમાર શંકરલાલ તાણેચા ની સુપુત્રી મુમુક્ષુ પ્રાચીની દીક્ષા મહોત્સવ યોજાયો.
કાંકરેજની ધર્મનગરી થરા મધ્યે ત્રિ-દિવસીય દીક્ષા મહોત્સવ
થરા મધ્યે મુમુક્ષુ પ્રાચીનો ત્રિ-દિવસીય દીક્ષા મહોત્સવ યોજાયો. જેમાં તા.ર૯ ના રોજ પૂજ્ય ગુરૂભગવંતોનો ભવ્ય સામૈયા સહ પ્રવેશ થયેલ બાદમાં શ્રી સિધ્ધચક્ર મહાપૂજન અને સન્માન સમારોહ યોજાયેલ. તા.૩૦ ના રોજ ભવ્ય વરસીદાનયાત્રા થરા નગરમાં ફરેલ જેમાં સૌ સાજન-માજન જોડાયેલ.
બાદમાં સકળસંઘ ની સાધર્મિક ભક્તિ યોજાયેલ. ત્યારબાદ બેઠુ વર્ષીદાન, અંતિમવાયણું, વાંદોલી, વિદાય સમારોહ અને તા.૧ ના રોજ મુમુક્ષુની દીક્ષા યોજાઈ જેમાં પૂજ્ય ગુરુદેવ ના હસ્તે મુમુક્ષુ પ્રાચીબેનને રજોહરણ અર્પણ કરવામાં આવ્યું. અને મુમુક્ષુ રજોહરણ લઈ ઝૂમી ઉઠયા. જ્યારે ઉપસ્થિત સૌએ મુમુક્ષુ ને અક્ષત થી વધામણાં કરેલ.
મુમુક્ષુ પ્રાચીબેન નું નુતન નામ પૂ.સા.શ્રી પૂર્વવંદિતાશ્રીજી મહારાજ સાહેબ જાહેર કરાયું.
જૈન શાસનની અદભૂત પ્રણાલી મુજબ નુતન દીક્ષિત નું નવું નામ કરણ કરાય છે જેમાં ગુરૂદેવ દ્વારા નુતન દીક્ષિત મુમુક્ષુ પ્રાચીબેન નું નુતનનામ પૂ.સા.શ્રી પૂર્વવંદિતાશ્રીજી મહારાજ સાહેબ જાહેર કરાયું. આ દિક્ષા પ્રસંગે વિવિધ ઉપકરણના સુંદર ચડાવા યોજાયા.