Jain News : કાંકરેજ પંથકના રૂની મધ્યે આવેલ ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ રૂની દ્વારા તાજેતરમાં પાંજરાપોળનો ઉદઘાટન સમારોહ યોજાયેલ. ઉદઘાટન સમારોહ સમયે રૂા.૧,૦૦,૦૦૦/- સુધીનું દાન આપનાર દાતાઓનું સન્માન રહી જવા પામેલ જે દાતાઓનો સન્માન સમારોહ અમદાવાદ પ્રેરણાતીર્થ સેટેલાઈટ મધ્યે પૂજ્ય ગણિવર્ય શ્રી કરૂણાદ્રષ્ટી વિજયજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં યોજાયેલ. પધારેલા સૌને પ્રમુખ ધીરૂભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા આવકારવામાં આવેલ. પૂજ્યશ્રીનું પ્રવચન બાદ દાતાઓનું બહુમાન થયેલ. બાદમાં સાધર્મીક ભક્તિ યોજાયેલ.
ગુજરાતની શ્રેષ્ઠ બાંધકામ થયેલ પાંજરાપોળ “ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ”
રૂનીના આંગણે ૧૦ વિઘા જેટલી જમીન માં અંદાજે ૮૦૦ જેટલા પશુઓ માટે આરામદાયક સાત જેટલા શેડ સાથે પશુઓનુ આહાર ભવન, નાના પશુ માટે શેડ, ચબુતરો, અદ્યત્તન ઓફીસ, ક્વાટર રૂમ, તીર્થંકર વાટીકા, પશુઓને ચરવા માટે સામૂહિક વાડો સહ પશુઓને ઘાસ નિરવા તથા પશુઓ સાથે પ્રેમ બાંધવા આવતા લોકો ઉતરી શકે તેવા અદ્યત્તન ત્રણ રૂમો સહિતનું અતિથિ ગૃહ તેમજ અદ્યત્તન ગેઈટ, ચારે તરફ આર.સી.સી.રોડ, નવિન ટેકનોલોજીની તકતીઓ સહ અદ્યત્તન પાંજરાપોળ રૂનીના આંગણે ચારચાંદ લગાવી રહી છે.
કાંકરેજી પંથકમાં અનેક મુંગા પશુઓની માવજત કરતી ખોડાઢોર પાંજરાપોળો
કાંકરેજી પંથકમાં થરા, ઉણ, ઉંદરા, દીઓદર, ચીમનગઢ, કંબોઈ, સરિયદ, શિહોરી, હારીજ જેવા વિસ્તારોમાં અનેક મુંગા પશુઓની માવજત કરી ખોડાઢોર પાંજરાપોળ આગવાં કામ કરી રહી છે. જેમાં યશ કલગી સમાન સમગ્ર ગુજરાતની ધન્યધરામાં દીપી ઉઠે તેમ ગુજરાતની શ્રેષ્ઠ બાંધકામ થયેલ પાંજરાપોળ કાંકરેજ પંથકના તીર્થ રૂની શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં અદ્યત્તન ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ નિર્માણ પામી છે. જેનું નિર્માણ પૂજ્ય આચાર્ય શ્રી જયસુંદર સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં પૂજ્ય ગણિવર્ય શ્રી કરૂણાદષ્ટી વિજયજી મહારાજ સાહેબ ની પાવન પ્રેરણાથી થયું છે.