Gurpatwant Pannu Case: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ કેસમાં અમેરિકન મીડિયા વોશિંગ્ટન પોસ્ટના આરોપો બાદ બંને દેશો વચ્ચે સવાલ-જવાબનો દોર ચાલી રહ્યો છે. ભારત સરકારે વોશિંગ્ટન પોસ્ટના આરોપોને ફગાવી દીધા બાદ અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરા સાથે સંબંધિત આરોપોની તપાસ કરવા માટે ભારત સાથે ‘નિયમિતપણે કામ’ કરી રહ્યું છે, એમ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલની ટિપ્પણીઓ એ પછી આવી છે જ્યારે વોશિંગ્ટન પોસ્ટે અનામી સૂત્રોને ટાંકીને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના એક અધિકારીનું નામ ગયા વર્ષે અમેરિકાની ધરતી પર પન્નનની હત્યાના કથિત ષડયંત્રના સંદર્ભમાં આપ્યું હતું.
ભારતે તમામ આરોપોને ફગાવી દીધા હતા
ભારતે મંગળવારે વોશિંગ્ટન પોસ્ટના દાવાઓને સખત રીતે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે અહેવાલમાં ગંભીર બાબત પર ‘અવાજબી અને પાયાવિહોણા’ આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ મામલો તપાસ હેઠળ છે.