Loksabha Election 2024: લોકસભા ચુંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાલનપુરની નગરપાલિકા કચેરી, જિલ્લા પંચાયત અને નવા બસપોર્ટ ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે હેતુથી સ્વીપ અને ટીપ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. જે અંતર્ગત આઈ.સી.ડી.એસ. ની બહેનો દ્વારા પાલનપુર નગરપાલિકા કચેરીમાં મતદાન જાગૃતિ માટે રંગોળી કરીને નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે જિલ્લા પંચાયત ખાતે “આવો મતદાન કરીએ” અને “proud for vote” તથા નવા બસપોર્ટ ખાતે “vote for better India” ના સંદેશા થકી મહિલાઓ, પુરુષો અને યુવા મતદારોને સો ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.