pakistan: ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ બનવું નિશ્ચિત છે. સાત વર્ષ પહેલા દેશની સર્વોચ્ચ અદાલતે તેમને કોઈપણ જાહેર પદ માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
PML-Nના એક વરિષ્ઠ નેતાએ શુક્રવારે કહ્યું કે 11 મેના રોજ યોજાનારી સત્તાધારી પાર્ટીના નેતાઓની બેઠકમાં 74 વર્ષીય નવાઝને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવશે. 2017 માં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને વડા પ્રધાન અને પક્ષ પ્રમુખ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. પનામા પેપર્સના ખુલાસાઓથી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો વિદેશમાં છુપાવેલા ગેરકાયદેસર નાણાં અંગે આપ્યો હતો.
PML-N નેતાઓની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો
પીએમએલ-એન પંજાબના પ્રમુખ રાણા સનાઉલ્લાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નવાઝ શરીફને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય પાર્ટી નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. શુક્રવારે મળેલી બેઠકમાં દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.