Gujarat Police :રાજકોટમાં ધ્રુજારીઆપતી ઘટના સામે આવી છે. મવડી પોલીસ હેડ કવાર્ટરમાં ૧૦ માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતને વહાલું કર્યું છે. સમગ્ર પોલીસ બેડામાં ગમગીની માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવાનું કારણ શું ?
23 વર્ષીય કોન્સટેબલ ભાર્ગવ બોરીસાગરે અચનાક જ હેડ ક્વોર્ટરના 10મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. સમગ્ર ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. આ મુદ્દે પોલીસને જાણ થતાં પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.
આપઘાતનું કારણ પ્રેસર કે પરિવાર ??
આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે, ભાર્ગવ બોરીસાગર માતા પિતાનું એકનું એક સંતાન હતો. જે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતો હતો. જેની દોઢ મહિના પૂર્વે જેતપુરથી રાજકોટ બદલી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પૂર્વે જ ભાર્ગવના લગ્ન થયા હતા. ભાર્ગવે આ પગલુ કયા કારણોસર ભર્યું છે તે તપાસનો વિષય બન્યો છે.