Lok Sabha Eleciton : લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને જેમના ચહેરે ચૂંટણી લડાય રહી છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યું છે. જાણકારી મળી રહી છે તે પ્રમાણે વડાપ્રધાન મોદી આગામી 1 અને 2 મેના રોજ ગૃહરાજ્ય આવી શકે છે. 2 દિવસ માટે તેઓ રાજ્યભરમાં અનેક રેલીઓ કરીને મોટાભાગની બેઠકો આવરી લેશે.
2 દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની કુલ 6 સભાઓ આયોજિત કરવામાં આવી છે. 6 સભાઓમાં કુલ 15 બેઠકો આવરી લેવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો સામેલ છે.
1 મે 2024.
- લોકસભા બેઠકો : બનાસકાંઠા, પાટણ
- સભા સ્થળ – ડીસા
- બનાસકાંઠાથી ભાજપે રેખાબેન ચૌધરી અને પાટણથી ભરતસિંહ ડાભીને બનાવ્યા છે.
1 મે 2024
- લોકસભા બેઠકો : સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ પૂર્વ
- સભા સ્થળ – હિંમતનગર
- ભાજપે સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, મહેસાણાથી હરિભાઈ પટેલ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ આપી છે.
2 મે 2024
- લોકસભા બેઠકો : આણંદ, ખેડા
- સભા સ્થળ – આણંદ
- ભાજપે આણંદથી મિતેષ પટેલ અને ખેડાથી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.
2 મે 2024
- લોકસભા બેઠકો : સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર
- સભા સ્થળ – વઢવાણ
- ભાજપે સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા અને ભાવનાગથી નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી છે.
2 મે 2024
- લોકસભા બેઠકો : જૂનાગઢ, પોરબંદર, અમરેલી
- સભા સ્થળ – જૂનાગઢ
- ભાજપે જૂનાગઢથી રાજેશ ચુડાસમા, પોરબંદરથી મનસુખભાઈ માંડવીયા, અમરેલીથી ભરતભાઈ સુતરીયાને ટિકિટ આપી છે.
2 મે 2024
- લોકસભા બેઠકો : જામનગર, પોરબંદર
- સભા સ્થળ – જામનગર
- ભાજપે જામનગરથી પૂનમબેન માડમથી ટિકિટ આપી છે.