Lok Sabha Election 2024 : 2-બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસ સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત 9 રાજકીય પક્ષોના અને 8 અપક્ષ સહિત કુલ 17 ઉમેદવારો દ્વારા કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે ઉમેદવારીપત્રોની આજે ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં 17 ઉમેદવારો પૈકી ભાજપ-કોંગ્રેસ ના 2 ડમી ઉમેદવારો અને 01 અપક્ષ ઉમેદવાર સહિત કુલ 03 ઉમેદવારોના મળી 10 ઉમેદવારી ફોર્મ રદ થતા હવે 14 ઉમેદવારો જંગે મેદાનમાં રહ્યા છે. જોકે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તિથિ 22 એપ્રિલ હોઈ કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
૬ રાજકીય પક્ષઃ ૮ અપક્ષ સહિત ૧૪ ઉમેદવાર મેદાનમાં
(૧) ગેનીબેન ઠાકોર- કોંગ્રેસ.
(૨) માનસુંગભાઈ પરમાર- બસપા.
(૩) રેખાબેન ચૌધરી- ભાજપ.
(૪) જશુભાઈ ગમાર- ભારત આદિવાસી પાર્ટી.
(૫) પટેલ પિયુષભાઈ કરસનભાઈ- ભારતીય યુવાજન એકતા પાર્ટી.
(૬) પ્રવિણ ઈશ્વરભાઈ ચૌહાણ- સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી.
(૭) ઇબ્રાહિમભાઈ પરસાણી – અપક્ષ.
(૮) ચેતનકુમાર કે.ઓઝા- અપક્ષ.
(૯) ચૌધરી જયશ્રીબેન અરવિંદ કુમાર- અપક્ષ.
(૧૦) પરમાર છગનચંદ્રરાજ- અપક્ષ.
(૧૧) બાજગ લશાભાઈ લવજી ભાઈ- અપક્ષ.
(૧૨) રાઠોડ માવજી ભેમાજી- અપક્ષ.
(૧૩) શ્રીમાળી અશોકભાઈ. બી. – અપક્ષ.
(૧૪) શામજીભાઈ રાણાભાઈ ચૌધરી- અપક્ષ.