Sarvesh Singh : પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે યુપીના મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ‘મુરાદાબાદ લોકસભા સીટના બીજેપી ઉમેદવાર અને પૂર્વ સાંસદ કુંવર સર્વેશ સિંહ જીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેઓ અંતિમ ક્ષણ સુધી લોકસેવા અને સમાજસેવા માટે સમર્પિત રહ્યા. તેમની વિદાય એ પાર્ટીને ન પુરી શકાય તેવી ખોટ છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તેમના પરિવારને આ ઊંડું દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!’
ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ‘મુરાદાબાદથી બીજેપીના અમારા ઉમેદવાર કુંવર સર્વેશ સિંહ જીના નિધનના સમાચારથી હૃદય ખૂબ જ દુઃખી છે. થોડા દિવસો પહેલા જ હું તેમના માટે પ્રચાર કરવા મુરાદાબાદ ગયો હતો અને દર વખતની જેમ મેં તેમની સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત અને ચર્ચા કરી હતી. તેમનું નિધન તેમના પરિવારના સભ્યો તેમજ મુરાદાબાદના તમામ લોકો અને ભાજપ પરિવાર માટે એક અપૂર્વીય ખોટ છે. હું શોકગ્રસ્ત પરિવાર અને તેમના સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમના ચરણોમાં દિવંગત આત્માને શાંતિ આપે. ‘ઓમ શાંતિ’
मुरादाबाद लोकसभा सीट से भाजपा उम्मीदवार और पूर्व सांसद कुंवर सर्वेश सिंह जी के असामयिक निधन से अत्यंत दुख हुआ है। वे अपने आखिरी पल तक जनसेवा और समाजसेवा के प्रति समर्पित रहे। उनका जाना पार्टी के लिए एक अपूरणीय क्षति है। ईश्वर से प्रार्थना है कि उनके परिजनों को इस गहरे शोक को सहने…
— Narendra Modi (@narendramodi) April 20, 2024
સીએમ યોગીએ શું કહ્યું?
યુપીના સીએમ યોગીએ કહ્યું, ‘ભાજપના ઉમેદવાર અને મુરાદાબાદ લોકસભા મતવિસ્તારના પૂર્વ સાંસદ કુંવર સર્વેશ સિંહ જીના નિધનથી મને આઘાત લાગ્યો છે. ભાજપ પરિવાર માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને તેમના સમર્થકોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે. ઓમ શાંતિ!’