Weather Update : રાજ્યમાં આવેલા હવામાનના પલટા બાદ ફરી ગરમીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં રેબઝેબ પરસેવો છૂટે તેવી ગરમી પડશે. અત્રે જણાવીએ કે, રાજ્ય ભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ગરમ પવન ફૂંકાવાના શરૂ થતા ગરમીમાં એકાએક વધારો થશે.
અન્યત્ર જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં વડોદરા, અમરેલી, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, ભુજ, સુરતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આગામી બુધવાર-ગુરુવારના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં હીટ વેવની સ્થિતિ રહેશે
ગરમીથી બચવા આટલું કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
આ રીતે ‘હીટવેવ’થી કરો પોતાનો બચાવ
- ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
- ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
- ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
- ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
- તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
- હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.