Railway : અમદાવાદ ડિવિઝન માં કેટલીક ટ્રેનો કરવામાં આવી છે ડાયવર્ટ. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ થી નીકળતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.
ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ કરાઈ.
ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શન પર ડબલિંગના કામના સંબંધમાં બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ ડાયવર્ટ કરાઈ છે.
16 થી 18 એપ્રિલ 2024 સુધી, અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.
ટ્રેન નંબર-19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે ટ્રેન નંબર-19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાઈ છે.
18 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી દોડતી ટ્રેન નંબર-19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.
ટ્રેન નંબર-14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર રુટના ઉમરદશી સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે ટ્રેન નંબર-14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાઈ છે.
19 એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર-14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 30 મિનિટથી રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે.
તમારી ટ્રેનની મુસાફરી પહેલા તમારી ટ્રેનનું ટાઈમ ટેબલ અને ટ્રેનનો રુટ ચેક કરી લેશો જેથી તમને અને તમારા પરિવાર ને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.