Tesla Vehicles in Global Market: ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એપ્રિલમાં ભારતની મુલાકાતે આવવાના છે. એલન મસ્ક પોતે આ વિશે માહિતી આપી હતી. મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનોની વૈશ્વિક બજારમાં ઘણી માંગ છે. હવે ટેસ્લા ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટ એટલે કે ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
ટેસ્લાનું મૉડલ આ કાર મહત્તમ 1020 hp પાવર જનરેટ કરે છે. જ્યારે આ કારને 0 થી 60 mphની ઝડપે પહોંચવામાં 2.5 સેકન્ડનો સમય લાગે છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 326 માઈલનું અંતર કાપી શકે છે. આ કારની કિંમત $68,590 થી શરૂ થાય છે.
ટેસ્લાનું મૉડલ 3 સિંગલ ચાર્જિંગમાં 341 માઈલનું અંતર કાપી શકે છે. આ કાર માત્ર 15 મિનિટના ચાર્જિંગમાં 175 માઈલ સુધી ચાલી શકે છે. આ એક 5 સીટર કાર છે, જેની કિંમત $31,789 થી $41,578 ની વચ્ચે છે.
મૉડલ એસ ખૂબ જ ઝડપી કાર છે. આ કાર 1.99 સેકન્ડમાં 0 થી 60 mphની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આ કાર 1020 hpનો પીક પાવર આપે છે. મોડલ Sની ટોપ સ્પીડ 200 mph છે. આ કારની કિંમત $71,090 થી શરૂ થાય છે.
મૉડલ Yમાં એડવાન્સ સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે. આ વાહનમાં ડ્યૂઅલ મોટર પાવરટ્રેન છે, જે ઇન્સ્ટન્ટ ટોર્ક જનરેટ કરે છે. મોડલ Yની રેન્જ 310 માઈલ છે. ફેડરલ ટેક્સ ક્રેડિટ પછી આ કારની કિંમત $37,490 છે.
ટેસ્લાએ તાજેતરમાં જ વૈશ્વિક બજારમાં તેનું સાયબરટ્રક લૉન્ચ કર્યું છે. આ સાયબરટ્રકની રેન્જ 340 માઈલ છે. આ સાયબરટ્રક 2.6 સેકન્ડમાં 0 થી 60 mph સુધીની ઝડપ પકડી શકે છે. સાયબરટ્રકની ટોપ સ્પીડ 130 mph છે.