Symptoms of Menopause : મેનોપોઝ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જે દરેક મહિલાના જીવનનો એક ભાગ છે. પીરિયડ્સ બંધ થવાની પ્રક્રિયાને મેનોપોઝ કહેવાય છે. આ સ્થિતિમાં અંડાશય એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન કરતું નથી. સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે મેનોપોઝ આવે છે. પરંતુ મેનોપોઝ આ ઉંમર પહેલા પણ આવી શકે છે.
મેનોપોઝના કેટલાક લક્ષણો પણ હોય છે. આ લક્ષણો વર્ષો સુધી રહી શકે છે. આ લક્ષણોને પેરિમેનોપોઝ કહેવાય છે. આ સમય દરમિયાન મહિલાઓને આ પ્રકારના લક્ષણો અને ફેરફાર શરીરમાં જોવા મળે છે. જો આ લક્ષણો જણાતા હોય તો મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની શરુઆત કરી દેવી જોઈએ.
-મેનોપોઝના લક્ષણો
- અચાનક ગરમી થવી અને પરસેવો વળવો.
- સુતી વખતે વધારે પરસેવો થવો.
- વજાઈનામાં ખંજવાળ, બળતરા, દુખાવો અનુભવ થવો.
- ક્યારેક વધારે બ્લીડિંગ થવું તો ક્યારેક મહિનાઓ સુધી માસિક ન આવવું.
- વધારે પ્રમાણમાં થાક અને નબળાઈનો અનુભવ થવો.
- મેટાબોલિઝમ સ્લો થઈ જવું અને વજન વધવું.
- સ્નાયૂ અને સાંધામાં દુખાવો.
- વારંવાર માથામાં દુખાવો.
- વાળ વધારે ખરવા કે પાતળા થઈ જવા.
- સ્વભાવ ચીડિયો થઈ જવો, અચાનક ઉદાસ થવું કે ક્રોધનો અનુભવ કરવો.
આ રીતે મેનોપોઝ દરમિયાન કરો સેલ્ફ કેર
- પોતાના આહારમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો.
- યોગ અને ધ્યાન કરો જેનાથી એકાગ્રતા વધશે.
- નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ કરો. પુરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે.
- કેલ્શિયમ, વિટામિન ડી, ઓમેગા 3 ફેટી એસિડ જેવા પૂરક આહારનું સેવન કરો.