Coconut Cream : નારિયેળ પાણી તો અનેક ગુણોનો ખજાનો છે. તેનું પાણી સ્વાસ્થ અને રોગપ્રતિકારક ક્ષમતા માટે ખૂબ જ ઉપયોગી છે. તે એક રિફ્રેશિંગ ડ્રીંક છે. નારિયેળના પાણી ઉપરાંત તેની અંદર રહેલી મલાઈ પણ એટલી જ ગુણવર્ધક છે. નારિયેળની મલાઈમાં વિટામીન C,E, પોટેશિયમ, મેગ્નિશિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો જવા મળે છે, જે તમારા શરીરને વધુ તંદુરસ્ત રાખે છે. આજે આપણે નારિયેળની મલાઈના લાભો અંગે માહિતી મેળવશું.
આ મુશ્કેલીમાં અસરકારક છે નારિયેળ પાણીઃ
સારા કોલેસ્ટ્રોલથી ભરપૂર:
નારિયેળની મલાઈ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારું કોલેસ્ટ્રોલ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે.
પાચનક્રિયા સુધારે છે:
જો તમારી પાચનક્રિયામાં ખલેલ હોય અને પાચન યોગ્ય ન હોય તો નારિયેળની મલાઈ તમારા માટે ફાયદાકારક છે. તેની મલાઈમાં મોટા પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે જે પાચન માટે ફાયદાકારક છે.
સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારકઃ
નાળિયેરની મલાઈ વર્તમાન ફાઈબર, પોટેશિયમ, આયર્ન અને હેલ્ધી ફેટ સગર્ભા સ્ત્રીને પોષણ પૂરું પાડે છે. નારિયેળની મલાઈનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને મોર્નિંગ સિકનેસની સમસ્યામાંથી રાહત મળે છે.
ત્વરિત ઊર્જા મળે છે:
નારિયેળની મલાઈ ઉર્જાનું પાવરહાઉસ કહેવાય છે. તેનું સેવન કરવાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે અને તમને થાક કે નબળાઈનો અનુભવ થતો નથી.
રોગપ્રતિકારક શક્તિ વધે છે:
નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે કોકોનટ ક્રીમ ખૂબ અસરકારક છે.તેમાં ભરપૂર માત્રામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
વજન ઘટાડવું:
કોકોનટ ક્રીમનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. નારિયેળની મલાઈમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ તેમાં હેલ્ધી ફેટ હોય છે અને તેમાં રહેલા પોષક તત્વો તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેથી તમને જલ્દી ભૂખ નથી લાગતી અને તમારું વજન ઓછું થવા લાગે છે.