Tejas Mk1A: સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 સ્વદેશી હળવા કોમ્બેટ એરક્રાફ્ટ (LCA Mk-1A) તેજસ ખરીદવા માટે સરકારી માલિકીની એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ટેન્ડર બહાર પાડ્યું છે.
અધિકારીઓએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. ફાઈટર પ્લેનની કિંમત અંદાજે 67,000 કરોડ રૂપિયા છે.
આ પ્રોજેક્ટને નવેમ્બરમાં મંજૂરી આપવામાં આવી હતી
તેજસ એરક્રાફ્ટને હવાઈ લડાઇ અને આક્રમક હવાઈ સપોર્ટ મિશન માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે, જ્યારે રિકોનિસન્સ અને એન્ટી-શિપ ઓપરેશન્સ તેની ગૌણ ભૂમિકાઓ છે.
નવેમ્બરમાં, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ ભારતીય વાયુસેના (IAF) માટે વધુ 97 તેજસ જેટ ખરીદવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
DAC એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તેના Su-30 ફાઇટર ફ્લીટને અપગ્રેડ કરવાના ભારતીય વાયુસેનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી.
જાણો શું છે આ ફાઈટર પ્લેનની ખાસિયત
આ એક સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ છે, જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
આ ખૂબ જ હળવું અને શક્તિશાળી લડાયક વિમાન છે, અમેરિકાએ પણ તેની પ્રશંસા કરી છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે તેજસ આઠથી નવ ટન ભાર વહન કરી શકે છે.
આ વિમાન સુખોઈ જેવા અનેક પ્રકારના હથિયાર અને મિસાઈલ લઈ જઈ શકે છે.
એરક્રાફ્ટ ઇલેક્ટ્રોનિક રડાર, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઇલ્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) સ્યુટ અને એર-ટુ-એર રિફ્યુઅલિંગ (AAR) જેવી જટિલ ઓપરેશનલ ક્ષમતાઓથી સજ્જ છે.
સૌથી મોટી વિશેષતા-
આ એરક્રાફ્ટ 10 ટાર્ગેટ પર એક સાથે હુમલો કરી શકે છે અને તેમને ટ્રેક કરી શકે છે.
આ એરક્રાફ્ટને ટેકઓફ માટે બહુ મોટા રનવેની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા સહિત ઘણા દેશોએ આ શક્તિશાળી ફાઈટર એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે.
એરફોર્સે આ એરક્રાફ્ટને 2021માં દુબઈ એર શો, 2022માં સિંગાપોર એર શો જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં પ્રદર્શિત કર્યું હતું.
આ ઉપરાંત 2017 થી 2023 દરમિયાન એરો ઈન્ડિયા શો સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં આ એરક્રાફ્ટની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.