Vastu Tips: કૃતિના સંતુલન માટે પક્સશીઓનું મહત્વ પણ આપણા જીવનમાં વિશેષ રૂપથી છે. આમ તો પક્ષી પોતાના ભોજનની વ્યવસ્થા જાતે જ કરે છે. પરંતુ અમુક લોકો હોય છે જે પક્ષીઓને દાણ કરાવે છે. પક્ષીઓને દાણ-પાણી આપવું ખુબ પુણ્યનું કામ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ પક્ષીઓને દાણા આપવું ખુબ સારું માનવામાં આવ્યું છે. જયારે પક્ષીને દાણા-પાણી આપો છો તો એના માટે અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમને સફળતા મળશે.
કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું
જો તમારી કુંડળીમાં રાહુ કેતુ અને શનિની દશા સારી નથી તો તમારે કાળા કલરના પક્ષીને દાણા ખવડાવવા જોઈએ. કાળા પક્ષીઓને દાણા આપવાથી રાહુ કેતુ અને શનિનો પ્રભાવ ઓછો થાય છે. જો કુંડળીમાં રાહુ કેતુની મહાદશા ચાલી રહી છે તો પક્ષીઓને બાજરો ખવડાવો.
મજબૂત થાય છે ચંદ્ર
પક્ષીઓને પાણી આપવું ખુબ સારું માનવામાં આવે છે. એનાથી ચંદ્ર મજબૂત થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પાણી પીવાનું સ્થાન ઉત્તર-પૂર્વ, પૂર્વ અથવા ઉત્તરમાં બનાવવાની કોશિશ કરો, જેથી તમે એમના પાણીની વ્યવસ્થા ઘરના આંગળમાં કરી શકો.
બાળકની પ્રાપ્તિ થશે
ચકલી અથવા નાના પક્ષીઓને અનાજ આપવાથી શુભ ફળ મળે છે. જો તમે આમ કરશો તો તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે. પક્ષીઓને ખવડાવવાથી તમને આંતરિક સંતોષ પણ મળે છે.
દિશા તરફ ધ્યાન આપો
જો તમે તમારા આંગણા અથવા ટેરેસ પર અનાજ નાખતા હોવ તો તમારે દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ. દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં અનાજ ક્યારેય ન રાખવું. જ્યારે પણ તમે ખોરાક આપો ત્યારે તેને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં નાખો. ત્યાં જ, જો તમે શનિને શાંત કરવા માટે અનાજ મૂકી રહ્યા છો, તો પશ્ચિમ દિશામાં પણ અનાજ મૂકો. કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે તમામ પક્ષીઓ માટે ઘઉં પૂર્વ દિશામાં મૂકી શકાય છે. તમે ચોખા પણ ઉમેરી શકો છો.