Myukar Microsis: મહેસાણામાં દોઢ વર્ષ બાદ મ્યુકર માઇક્રોસીસનો કેસ નોંધાયો છે, 55 વર્ષીય દશરથજી ઠાકોરને મ્યુકર માઇક્રોસીસ કેસ નોંધાયો છે.
કોરોના કાળ દરમિયાન ચર્ચામાં આવેલ મ્યુકર માઇક્રોસીસનો મહેસાણામાં દોઢ વર્ષ બાદ કેસ નોંધાયો હતો. 55 વર્ષીય દશરથજી ઠાકોરને મ્યુકર માઇક્રોસીસ કેસ નોંધાયો છે. નાકમાં ફંગસની ફરિયાદ થતા અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે 3 વખત સર્જરી કરાઇ હતી. ત્યાર બાદ મહેસાણામાં પણ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરાઇ હતી. છતાં પણ સારૂ ન થતાં મહેસાણા સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં તેમના માટે અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે. આ ઉપરાંત 3 તબીબોની ટીમ મોનીટરીંગ હાલ તેમનું મોનીટરીંગ કરી રહી છે.
મહેસાણા સિવિલમાં આઇસોલેટ કરાયા
લાંબા સમય બાદ મહેસાણા શહેરમાં મ્યુકર માઇક્રોસીસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 55 વર્ષીય આધેડને નાકમાં ફંગસ થતા અમદાવાદ ખાતે સર્જરી બાદ મહેસાણા સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરી સારવાર આપવામાં આવી રહી છે.
ડોક્ટરે શું કહ્યું ?
મહેસાણાના ખારા ગામના 55 વર્ષની વ્યક્તિને મ્યુકર માઇક્રોસીસ થયો છે. જેને લઈ ડોક્ટરે કહ્યું કે, આ બીમારી માટે મોઘો ઈજેન્કશન આવે છે. જે અહીં મહેસાણા ખાતે ન હોવાથી ભાવનગર ખાતેથી મંગાવવામા આવ્યું છે, તેમજ અત્યારે દર્દી સ્થિતિ સારી છે.