Gujarat News: ઉત્તર ગુજરાતના સુઈગામ તાલુકાના ગરામડી ગામમાં પ્રભુજીના વર્ષગાંઠ નિમિત્તે અર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એ દિવસે મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી તેમાં પ્રથમ દિવસે ભવ્યરાજ રજવાડી સામૈયું તેમાં બેન્ડ નાસિક ઢોલ અને રંગોલી મંડળીઓ 100 થી સામૈયા અધિકના બેડા હતા.
પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી ની પ્રેરક નિશ્રા
ગરામડી ગામમાં જીનાલય ની 50 મી સાલગીરી નિમિત્તે પૂજ્ય ભક્તિયોગાચાર્ય આચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય શ્રી ભાગ્યેશવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ વિશાળ ઠાણા સાધુ તથા સાધ્વીજી ભગવંતો ની પ્રેરક નિશ્રા માં ત્રિ દિવસીય મહોત્સવ યોજાયો.
જૈન દેરાસર ની 50 વર્ષની સાલગીરા ઉજવાઇ.
જિનાલયની પ્રતિષ્ઠાને 50 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ ત્રિ દિવસીય મહોત્સવમાં 108 પાર્શ્વનાથ પૂજન, 18 અભિષેક, પ્રતિદિન પ્રભુજીને અંગરચના- આંગી, સમગ્ર ગામની ઝાંપા ચુંદડી – આખા ગામનો જમણવાર તેમજ ભવ્ય લોકડાયરો જેમાં નિર્મળદાન ગઢવી દ્વારા ભવ્ય સંસ્કૃતિક પ્રોગ્રામ કરીને મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગ્રામજનોએ પૂજ્ય ગુરુ ભગવંતો ની સામે ઉભા થઈને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે શ્રાવક અજીત મહેતાએ જણાવ્યું હતું કે ગ્રામજનો નો ઉત્સાહ અદ્વિતીય હતો અને સાથે સાથે એમનો સહકાર પણ ખૂબ જ મળ્યો હતો.
પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી ના આશીર્વાદ લેવા જામી ભીડ.
પૂજ્ય ભક્તિયોગાચાર્ય આચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ ના દર્શન વંદન માટેની મોટી લાઈન અને ભીડ જામી હતી. પૂજ્ય શ્રી ના દર્શન કરીને ગામ લોકોધન્યતા અનુભવતા હતા. આ પ્રસંગે પ્રભુ ભક્તિ ભાવનામાં નિકેશભાઈ વાવ દ્વારા રમઝટ જમાવી હતી. તેમજ ડાયરામાં ગૌસેવા એ મહાન સેવા એના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું