Surat Fake Gutka Factory: ઓલપાડ પોલીસ દ્વારા નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. માસમા ગામમાં ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 28 લાખથી વધુની નકલી ગુટકા તેમજ 21 લાખથી વધુનુ નકલી શેમ્પુ જપ્ત કરાયું છે
સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અત્રે જણાવીએ કે, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાનો નેટવર્ક ચાલી રહ્યું હતું, જેના પગલે ઓલપાડ પોલીસને બાતમી મળી હતી, તો પોલીસે રેડ પાડતા મોટી માત્રામાં નકલી ગુટકા અને શેમ્પુનું મટીરીયલ્સ મળી આવ્યું હતું.
નકલી શેમ્પુ અને ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ઓલપાડ પોલીસ દ્વારા નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. માસમા ગામમાં ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આ નકલી માલ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી. જ્યાંથી પોલીસે 28 લાખથી વધુની નકલી ગુટકા તેમજ 21 લાખથી વધુનુ નકલી શેમ્પુ જપ્ત કર્યુ છે.
50 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય સૂત્રધાર અને 5 શ્રમિકોની અટકાયત કરી છે. ઓલપાડ પોલીસે ગુનો નોંધી ફોરેન્સિક ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ ફેક્ટરીમાંથી તમાકુ અને શેમ્પુ બનાવવાની મશીનરી પણ કબજે લેવાઈ છે.
નકલી માલથી સાવધાન
અત્રે જણાવીએ કે, વર્તમાનમાં ગેરકાયદે રીતે નકલી વસ્તુંઓ બનાવવાની ફેક્ટરીઓનું પ્રમાણ વધ્યું હોય તેવું જણાય છે, થોડા દિવસ અગાઉ નકલી દવાઓ પણ ઝડપાઈ હતી. સાથો સાથ નકલી ઘી તેમજ પનીર જેવી અનેક ખાદ્ય ચીજો પણ ઝડપાઈ રહી છે.