Apple Awas Yojana: અમેરિકાની અગ્રણી ટેક કંપની Apple ભારતમાં 78,000 થી વધુ ઘર બનાવવા જઈ રહી છે. છેલ્લા અઢી વર્ષમાં દેશભરમાં 1,50,000 લોકોને રોજગારી આપ્યા બાદ એપલ હવે ભારતમાં ચીન અને વિયેતનામ જેવા ઈન્ડસ્ટ્રીયલ હાઉસિંગ મોડલને અપનાવવાની યોજના બનાવી રહી છે.
TOIના અહેવાલ મુજબ, Appleના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને સપ્લાયર્સ તેમના કર્મચારીઓને રહેણાંક સુવિધાઓ પ્રદાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ મકાનો પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે.
એપલ તેના કર્મચારીઓને આવાસ આપશે:
આ કંપનીઓ એપલના કર્મચારીઓ માટે ઘર બનાવશે:
કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ 78,000 થી વધુ ઘરો બનાવવાના છે. તેમાંથી સૌથી વધુ 58,000 ઘર તમિલનાડુમાં બનાવવામાં આવશે. તેને બનાવવાની જવાબદારી તમિલનાડુ સ્ટેટ ઈન્ડસ્ટ્રીઝ પ્રમોશન કોર્પોરેશન (SIPCOT), ટાટા ગ્રુપ, ફોક્સકોન, સાલકોમ્પ અને SPR ઈન્ડિયાને સોંપવામાં આવી છે.
આ કર્મચારીઓને યોજનાનો લાભ મળશેઃ
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આ યોજનાનો ઉદ્દેશ્ય સ્થળાંતરિત મહિલા કર્મચારીઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે. તેમાંથી મોટાભાગનાની ઉંમર 19 થી 24 વર્ષની વચ્ચે છે. કારણ કે, મોટાભાગના કર્મચારીઓ ભાડા પર રહે છે. આવી સ્થિતિમાં કંપની સુધી પહોંચવા માટે બસોમાં કલાકો સુધી મુસાફરી કરવી પડે છે. તેનાથી મહિલાઓ માટે સુરક્ષા સંબંધિત સમસ્યાઓ પણ સર્જાય છે.
એપલ આવાસ યોજનાનું કામ ક્યારે પૂર્ણ થશે:
આ યોજનામાં કેન્દ્ર સરકાર પણ 10 થી 15 ટકા ફંડ આપશે, જ્યારે બાકીનું ભંડોળ રાજ્ય સરકારો અને ઉદ્યોગપતિઓ તરફથી આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મકાનોનું નિર્માણ અને ખાનગી ક્ષેત્રને સોંપવાનું કામ 31 માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે.