Weather Update: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે બે દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે. જેથી લોકોએ બફારાનો સામનો કરવો પડશે.
રાજસ્થાન સહિતનાં વિસ્તારમાં સક્રિય થયેલ એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યમાં ગરમીનો પારે ફરી વધવાની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીનો પારો ઉંચકાયો હતો. બે દિવસ બાદ ગરમીનો પારો હજુ પણ વધતાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
10 અને 11 એપ્રીલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે 10 અને 11 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. ગરમીમાં શેકાયા બાદ ફરી લોકોને બફારાનો સામનો કરવો પડશે. દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમ હવાઓથી ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. તેમજ આગામી તા. 10 અને 11 એપ્રિલે ઉત્તર ગુજરાતનાં જીલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે.
10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
રાજ્યમાં ગરમીની સીઝન દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં વાતાવરણને લઈ આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ 10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે 10 અને 11 એપ્રિલનાં રોજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 10 અને 11 એપ્રિલનાં રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા છે. વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.
10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે. તેમજ 10 અને 11 એપ્રિલે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે. માવઠા બાદ રાજ્યમાં સરેસાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળશે.