Vastu Tips: તહેવારો અને ખુશીના પ્રસંગે ભેટ આપવી એક સામાન્ય પરંપરા છે. ઘણી વખત લોકો એવું વિચારતા હોય છે કે શું ભેટ આપીએ. વાસ્તુમાં પોતાના વૈજ્ઞાનિક આધાર પર કેટલીક વસ્તુઓની ગિફ્ટ આપવા માટે ખૂબ સારું માનવામાં આવ્યું છે. એની પાછળ ઊર્જાનું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન બંને શામેલ છે. વાસ્તુ પૂરી રીતે સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનું વિજ્ઞાન છે.
હાથી
હાથી હંમેશા સકારાત્મક ઊર્જાંમાં જ રહેવાનું પસંદ કરે છે. ગરમી અને નકારાત્મક ઊર્જામાં એ ઉગ્ર થઇ જાય છે, એટલા માટે માનવામાં આવે છે કે જ્યાં હાથી હોય ત્યાં સ્થિરતા અને પ્રગતિ થાય છે. કોઇ પણ શુભ પ્રસંગમાં હાછી કે હાથીની પેર આપનવી શુભ હોય છે
સાત ઘોડા
ઘોડા ઊર્જાનું પ્રતીક છે. સાત ઘોડા સૂર્યના રથનું પ્રતીક છે, જે સાત રંગાના કિરણોના પ્રતિનિધિને માનવામાં આવે છે. આ સૂર્યના રથના ઘોડા હોય છે. સાત સફેદ ઘોડાની જોડી ફેંગશુઇમાં શુભ માનવામાં આવે છે.
બે બાજુ ગણેશ
માન્યતા છે કે ગણેશ જી ની મૂર્તિની પીઠના દર્શન કરવા જોઇએ નહીં, આ કારણથી બે બાજુ મોઢા વાળા ગણપતિ ભેટ આપવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.
માટીથી બનેલી કોઇ ચીજ
માટી એટલે ભૂમિ તત્વ, ભૂમિથી જોડાયેલી ચીજો એટલે કે વનસ્પતિ ઝાડ વગેરે સાથે જો કોઇ માટીથી બનેલું વાસણ શો પીસ ભેટ આપવી અથવા મેળવવી પણ શુભ હોય છે.
ચાંદીની કોઇ વસ્તુ
ચાંદીનું જ્યોતિષ અને વાસ્તુ બંનેમાં ખૂબ જ મહત્વ છે. ચાંદીમાં રોગોથી લડવાની શક્તિ હોય છે, સ્કીનથી જોડાયેલી સમસ્યામાં પણ કામ આવે છે. ચાંદી સમૃદ્ધિની સાથે જ સ્વાસ્થ્યનું પ્રતિક પણ માનવાામાં આવે છે.