Navratri 2024: માતાજીનો તહેવાર નવરાત્રી નજીક આવી રહ્યો છે. નોરતામાં ભક્તો ખુબ પ્રમાણમાં મા અંબાના દર્શન માટે અંબાજી ધામ જતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા માતાજીના ભક્તોને તકલીફ ના પડે તે અર્થે નવરાત્રી દરમિયાન દર્શનનો સમય (Darshan Time Ambaji) જાહેર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક જાહરેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિરની ચાલતી પ્રણાલીકા મુજબ ચૈત્ર સુદ-૧ (એકમ) નવ એપ્રિલ થી ચૈત્ર સુદ-આઠમ) ૧૬ એપ્રિલ સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે.
અંબાજીમાં દર્શન-આરતીનો સમય
ઘટ સ્થાપન ચૈત્ર સુદ-એકમ નવ એપ્રિલ ના સવારે ૦૯:૧૫ થી ૦૯:૪૫ કલાકે, આરતી સવારે
9:30 કલાકે, દર્શન સવારે 9:૩૦ થી 11:30 કલાકે, રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે, દર્શન બપોરે ૧૨-૩૦ થી ૧૬-૩૦ કલાકે
આરતી સાંજે૧૮-૦૦થી ૧૮-૩૦ કલાકે,
દર્શન સાંજે
૧૮-૩૦ થી ૨૧-૦૦ કલાકે
ચૈત્ર સુદ-આઠમ સોળ એપ્રિલ ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ કલાકે
ચૈત્રસુદ-પુનમ ૨૩ એપ્રિલ ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ કલાકે રહેશે.