Mission Rupala : રૂપાલાના એક નિવેદને સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોનુ દિલ દુભાવ્યું છે, આ ઘટનાને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી પણ વધારે સમય કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કયાક પૂતળા દહન, કયાક પત્ર તો કયાંક જૌહરની પણ ચિમકી ઉચ્ચારાઈ છે, આજે મહિસાગરના લુણાવાડા ખાતે જીલ્લાની મહિલાઓ દ્વારા PM મોદીને 600 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે. સમસ્ત ક્ષત્રિય સમાજ દ્રારા મિશન રૂપાલા અંતર્ગત લુણાવાડા ખાતે આવેલી રાજપૂત સમાજ વાડી ખાતે યોજાયેલ મહા સંમેલનમાં ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની લોકસભાની રાજકોટ પરની સિટ પરથી ઉતારી દો. જીલ્લાના તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો અને બહેનો આ સંમેલનમાં ઉમટ્યા હતા..
મહિલાઓએ લખ્યો PMને પત્ર
લુણાવાડા ખાતે આવેલી રાજપૂત સમાજ વાડી ખાતે રૂપાલાના વિરોધમાં મહાસંમેલન યોજાયું હતુ,આ સંમેલનમાં જીલ્લાના તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો અને બહેનો હાજર રહ્યા હતા,તો ક્ષત્રિયાણીઓ દ્વારા 600 પોસ્ટ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખવામાં આવ્યા છે.તો બીજી તરફ જ્યા સુધી પરશોતમ રૂપાલાની ટિકીટ રદ ના થાય ત્યા સુધી લડત લડવાની નેમ લીધી છે,મહિલાઓએ પત્રમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદી ભાઈ હવે અમારે તમારી જરૂર છે ભાઈ જ્યારે તમે ગુજરાતમાંથી દિલ્લી ગયા હતા ત્યારે તમે બહેનો ને વિશ્વાસ આપ્યો હતો કે કંઈક પણ જરૂર પડે તો તમારા ભાઈને યાદ કરજો.