Handkerchief Color Totka: રૂમાલ પણ કોઈ પણ વ્યક્તિની કિસ્મતને પલટી દેવામાં મદદ કરી શકે છે. હકીકતે જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિને તેની રાશિ અનુસાર કયા રંગના રૂમાલનો પ્રયોગ કરવો તેના વિશે જણાવવામાં આવ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક એવો રૂમાલનો ઉપાય છે જેને કરવાથી વ્યક્તિના દરેક બગડેલા કામ બની જાય છે. હકીકતે રાશિ અનુસાર વ્યક્તિ પોતાના રંગના રૂમાલનો ઉપયોગ કરે તો તેને ઈન્ટરવ્યૂમાં સફળતા મળે છે.
મેષ
આ રાશિનો સ્વામી મંગળ છે આજ કારણ છે કે તેના માટે લાલ પીળા, ગુલાબી અને ગેરૂ રંગના રૂમાલ શુભ છે. તેના કારણે તેમને દરેક કાર્યમાં સફળતા મળશે.
વૃષભ
આ રાશિનો સ્વામી શુક્ર છે. જેના કારણે તેના માટે સફેદ, લીલા, ફિરોઝી અને સિલ્વર રંગનો રૂમાલ શૂભ રહેશે. આ રંગ તેમના માટે શુભ સમાચાર લાવવામાં મદદ કરશે.
મિથુન
આ રાશિનો સ્વામી બુધ છે માટે તેમના માટે લીલો, વાગળી, જાંબલી કે સી ગ્રીન રંગનો રૂમાલ શુભ હોય છે. તેનાથી વ્યક્તિના કોન્ફિડન્સ લેવલમાં વધારો થાય છે.
કર્ક
આ રાશિનો સ્વામી ચંદ્રમા છે માટે તેના માટે સફેદ, ગુલાબી, ક્રીમ કે ગેરૂ રેગનો રૂમાલ શુભ છે. આ રૂમાલ સાથે રાખવાથી સોસાયટીમાં વ્યક્તિની ઈજ્જત વધે છે.
સિંહ
આ રાશિનો સ્વામી સૂર્ય છે જેના કારણે તેમના માટે લાલ, ગેરૂ, ગુલાબી, પીળો અને સફેદ રંગના રૂમાલ રાખવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિના મનમાં પોઝિટિવિટી વધે છે.
કન્યા
આ રાશિના લોકો માટે ગ્રીન, બ્લૂ, જાંબલી અને પીળા રંગના રૂમાલ ખૂબ જ શુભ છે. તેનાથી બુદ્ધિમાં તેજી આવે છે.
તુલા
આ રાશિના લોકો સફેદ અને ગુલાબી રંગનો રૂમાલ સાથે રાખે. આમ કરવાથી કરિયરમાં પ્રગતિ મળશે અને ધનનો લાભ પણ થશે.
વૃશ્ચિક
આ રાશિના લોકોએ લાલ, ગુલાબી, સફેદ અને ગેરૂઆ રંગના રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. જે શુભ હશે.
ધન
આ રાશિના લોકોએ પીળા, ગુલાબી અને ગેરૂઆ રંગના રૂમાલ રાખવા શુભ હોય છે. આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
મકર
મકર રાશિ આ રાશિના લોકો બ્લૂ, કાળા અને જાંબલી રંગના રૂમાલ રાખે તે શુભ છે. તેનાથી કરિયરને પ્રોત્સાહન મળે છે.
કુંભ
આ રાશિ માટે લીલો, બ્લૂ અને કાળા રંગનો રૂમાલ રાખવો શુભ છે. તેનાથી લાઈફમાં આગળ વધવામાં મદદ મળે છે.
મીન
આ રાશિ માટે પીળા, ગેરૂ, લાલ અને સફેદ રંગના રૂમાલને રાખવા શુભ માનવામાં આવે છે. તેનાથી આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાને વધવામાં મદદ મળે છે.