બંગાળ માં હાલ વિધાન સભા ની ચુંટણી ચાલી રહી છે અને ચુંટણી કમિશન ધ્વારા હાલ જ તારીખો જાહેર કરવામાં આવી હતી.
આ તારીખો જાહેર થતાં ની સાથે દરેક રાજકીય પાર્ટી રેલી અને પ્રચાર કરવાનું ચાલુ કર્યું હતું આને આના કારણે કોરોના ના કેસ રોકેટ ની જેમ વધવા માંડ્યાં છે.
તેવા માં સવાલ ઊભો થાય છે કે આની જવાબદારી કોણ લેશે?
જ્યાર થી પ્રચાર અને પ્રસાર શરૂ કરવામાં આવ્યો ત્યારથી મીડિયા દ્વારા પ્રજા ની સામે ભયાનક દ્રશ્યો મૂકવામાં આવ્યા છે.
જેમાં આવી રેલી માં હજારો થી લઈને લખો ની તદાત માં લોકો પોતાની મનગમતી પાર્ટી ને સપોર્ટ કરવા ઉમટ્યા હતા.
આંહીયા કોરોના ને લઈને જે પણ ગાઇડલાઈન આપવા માં આવી હતી તેને પાલન ના કરતાં લોકો દેખાયા અને પ્રશાસન તથા પ્રજા ની બેદરકારી સામે આવી.
આ બેદરકારીના કારણે આંહીયા કોરોના ૧૫૦૦ ટકા થી વધી ગયા છે.
માર્ચ મહિના પેહલા અંહીયા ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલા કેસ હતા ત્યારે હાલ કેસ ની ગણતરી ૫૩,૦૦૦ ની પણ પાર જતાં રહ્યા છે.
આમ જો હિસાબ કરીએ તો આ ૧૫૦૦ ટકા કરતાં પણ વધારે થાય છે.
આ પરિસ્થિતિ ને જોતાં પૂરા દેશ એ ચુંટણી પંચ અને વિવિધ પક્ષોની ખૂબ જ આલોચના કરી.
આ આલોચનાને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ પોતાની તમામ રેલી ને રદ્દ કરી, મમતા બેનરજી એ પણ પ્રચાર ના કરવાનો ફેસલો કર્યો.
આમ આ પરિસથતીનું કારણ રેલી ને માનવામાં આવે છે. તો આવી પરિસ્થિતિ માં રેલી કરવી જરૂરી છે? કે દેશની જનતાની સુરક્ષા?