‘સન્નાટા’ના પાત્રથી પોપ્યુલર એકટર કિશોર નંદલાસ્કરનું
કોરોનાથી નિધનઃ
પ્રખ્યાત એકટર કિશોર નંદલાસ્કરનું મંગળવારે કોરોનાના કારણે નિધન થયું છે.
તેઓ ૮૧ વર્ષના હતા.
એવું જાણવા મળી રહ્યું છે કે તેમણે બપોરે ૧૨.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા જ એકટર કિશોર નંદલાસ્કરને ઠાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમણે વર્ષ ૨૦૦૦માં આવેલી બોલિવૂડ ફિલ્મ
‘જિસ દેશ મેં ગંગા રહેતા હે’માં
‘સન્નાટા’નું
પાત્ર ભજવ્યું હતું.
કિશોર નંદલાસ્કરને ગત અઠવાડિયે બુધવારે કોરોનાના કારણે કોવિડ સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
તેઓને શ્વાસ લેવામાં અને વાત કરવામાં તકલીફ થઈ રહી હતી. તેઓનું ઓકિસજન લેવલ પણ ખૂબ દ્યટી ગયું હતું.
અહીં નોંધનીય છે કે એકટર કિશોર નંદલાસ્કરે વર્ષ ૧૯૮૯માં આવેલી મરાઠી ફિલ્મ ‘ ઇનામીના ડીકા’થી મોટા પડદા પર એન્ટ્રી કરી હતી.
તેમણે આ સિવાય બોલિવૂડ ફિલ્મ ‘વાસ્તવ’, ‘ખાકી’ અને ‘સિંઘમ’ વગેરેમાં પણ કામ કર્યું હતું.
એકટર કિશોર નંદલાસ્કરે મરાઠી અને હિન્દી સિવાય ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
જો પર્સનલ લાઈફની વાત કરીએ તો એકટર કિશોર નંદલાસ્કર મુંબઈના નાગપાડા સ્થિત પોતાના આલીશાન બંગલામાં પરિવાર સાથે રહેતા હતા.
તેઓને મોંદ્યી ગાડીઓનો પણ શોખ હતો.
કિશોર નંદલાસ્કરના નિધનના સમાચાર સાંભળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ લોકો આઘાતમાં છે.