મહેન્દ્રસિહ ધોનીના માતા અને પિતા કોરોના સંક્રમિત, બંનેને રાંચીની હોસ્પીટલમાં દાખલ કરાયા MS Dhoni
દેશભરમાં કોરોનાનુ પ્રમાણ વધતો જઇ રહ્યો છે.
તેને અંકુશમાં લેવા માટેના પ્રયાસો તેજ બનાવવા છતાં તે કાબૂ બહાર જઇ રહ્યો છે.
આ દરમ્યાન હવે જાણકારી સામે આવી રહી છે કે,
દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ના માતા અને પિતા કોરોના સંક્રમિત થયા છે.
ધોનીના માતા અને પિતા બંનેને રાંચી (Ranchi) ની પલ્સ સુપર સ્પેશીયાલિસ્ટ હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) હાલમાં IPL 2021 માં રમી રહ્યો છે.
જાણકારી મળી રહી છે કે, બુધવારે ધોનીના પિતા પાનસિંહ અને માતા દેવકી દેવી બંનેના રિપોર્ટ કોરોના પોઝિટીવ હોવાની સામે આવ્યુ હતુ.
બંનેને તુરત જ હોસ્પીટલમાં દાખલ કરીને સારવાર હાથ ધરવામાં આવી છે.
ધોનીના માતા પિતા ની સારવાર કરી રહેલા તબીબોએ અપડેટ આપ્યુ હતુ કે, તેમની સ્થિતી સામાન્ય છે.
બંનેનુ ઓક્સિજન લેવલ પણ સામાન્ય છે.
હોસ્પીટલ મેનેજમેન્ટ દ્રારા પણ જાણકારી અપાઇ હતી કે, તેમનુ સંક્રમણ ફેફસાંઓ સુધી પહોંચ્યુ હતુ.
આશા દર્શાવવામાં આવી રહી છે કે, જલ્દી થી બંને જણા સ્વસ્થ થઇ જશે અને સંક્રમણ થી મુક્ત થઇ શકશે.
વર્તમાનમાં ઝારખંડ (Jharkhand) માં કોરોના વાયરસ નુ સંક્રમણ બેકાબુ બનીને ફેલાઇ રહ્યુ છે.
અનિયંત્રીત પરિસ્થીતી પર નિયંત્રણ મેળવવા માટે ઝારખંડ સરકાર એ રાજ્યમાં લોકડાઉનની સ્થિતીનુ પણ એલાન કર્યુ છે.
રાજ્યમાં 22 એપ્રિલ થી 29 એપ્રિલ સુધી એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ઝારખંડમાં અનેક વિસ્તારોમાં પણ લોકડાઉન લગાવાયા છે.
આવશ્યક સેવાઓને છોડીને બધુ જ બંધ રહેશે. ધાર્મિક સ્થળો ભક્તો વિના જ ખુલ્લા રહેશે.