દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ર્ડા.બ્રિજેસ વ્યાસ ના પ્રયત્નોથી દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજનની સાથે બેડની સુવિદ્યા સાથે ૧૦ બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ Diyodar Dr. Brijesh Vyash
દીઓદર પંથકમાં કોરોનાની મહામારી તીવ્ર ગતિએ ચાલી રહી છે.
અનેક દર્દીઓ ઓકસીજનના અભાવે મુશ્કેલી વેઠી રહ્યાં છે.
આઈ.સી.યુ. માં દર્દીઓને જગ્યા મળતી નથી. લોકો ભટકી રહ્યાં છે.
દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ર્ડા.બ્રિજેસ વ્યાસે દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજનની સાથે બેડની સુવિદ્યા થાય તો દર્દીઓ માટે આર્શીવાદ રૂપ બની રહે.
તેવું જણાવતાં દાતા પરિવારે ઉમદા સહકાર બતાવતાં તેમણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દીઓદરમાં ૧૦ બેડ માં ઓક્સિજનની સુવિદ્યા સાથે કોવિડ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ર્ડા.બ્રિજેસ વ્યાસ ( Dr. Brijesh Vyash )
અને જાહેરાત થતાંની સાથે જ દાતા પરિવારોએ ઉમળકાથી દાનની શરૂઆત કરેલ.
ર્ડા.બ્રિજેશ વ્યાસે જણાવેલ કે આઈ.સી.યુ.માં દાખલ કરવા પડે તેવા દર્દીઓની હાલત હોય, ડીસા,પાલનપુરમાં જગ્યા ન મળતી હોય ત્યારે દર્દીની કફોડી સ્થિતિ થાય છે.
ત્યારે હોલ્ડીંગ ટાઈમ પુરતુ દર્દીને જ્યાં સુધી જગ્યા નમળે ત્યાં સુધી સતત ઓક્સિજન મળી રહે તે માટે તાત્કાલીક ૧૦ બેડની કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જાહેરાત થતાંની સાથે
દીઓદરના રાજવી ગુમાનસિંહજી વાઘેલા દ્વારા રૂા.૧ લાખ,
એડવોકેટ બી.કે.જાેષી દ્વારા રૂા.પ૧ હજાર,
સાથે અનેક દાતા પરિવારોએ નાની-મોટી રકમની ઓફરો કરતાં
કામ સુલભતાથી થઈ શકશે.
દર્દી ઓને ર૪ કલાક ર્ડા. તથા સ્ટાફ દ્વારા દેખરેખ રખાય છે. અને જરૂરી મેડીસીન્સ પણ પુરી પડાય છે.
તેમજ જમવાની સુંદર સુવિદ્યા કરેલ છે.
તેમજ દર્દીઓને જરૂરીયાત પડે તો રેમડેસિવર ઈન્જેક્શનની સુવિદ્યા પુરી પડાશે.
દીઓદર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સેવાઓ લેવાઈ રહી છે.
રેફરલ હોસ્પીટલના અધિક્ષક ર્ડા.બ્રિજેશ વ્યાસના માનવીય અભીગમને સૌએ આવકારી યથા યોગ્ય સહકાર પુરો પાડી રહ્યા છે.
દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાલ્કની વિભાગમાં હાલે કુલર, પંખા, બેડની સુવિદ્યા છે.
જ્યાં પાંચ જેટલા દર્દીઓ સેવા લઈ રહ્યા છે.
પ્રાઈવેટ ર્ડા.ની સહાયતાથી ટેલીમેડીસીન્સની સુવિદ્યા કરાઈ છે.
જેમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ વચ્ર્યુઅલ મુલાકાત લઈ દર્દીની આપવીતી સાંભળશે. તેમજ રીપોર્ટના આધારે માર્ગદર્શન પુરૂ પડાશે.