યાત્રાધામ અંબાજીમાં આવતીકાલ પાંચ વાગ્યાથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન ( Ambaji ):
કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરોનાની ચેઇન તોડવા કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા મથામણ આદરવામાં આવી છે.
કોરોના સંક્રમણને અટકાવવા અંબાજી મુકામે દાંતા પી. ઓ. કમ ટી. ડી. ઓ અને અધિક કલેકટરશ્રી એ. ડી. ચૌહાણના અધ્યસ્થાને દાંતા તાલુકાના અધિકારીઓ અને વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં હાલમાં અંબાજીમાં વધતાં જતાં કોરોનાની સાંકળ તોડવા આવતીકાલ
તા. ૨૦ એપ્રિલ, મંગળવારના રોજ
સાંજે-૫.૦૦ વાગ્યાથી
ત્રણ દિવસ માટે
સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો
નિર્ણય લેવામાં આવ્યો છે
ત્યારે મંગળવારે સાંજનાં ૫.૦૦ વાગ્યા બાદ અંબાજીના વેપારીઓ પોતાના વેપાર- ધંધા બંધ કરી બુધવાર થી સતત ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકાડાઉન રાખશે.
આ ઉપરાંત લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે મહેસૂલ, આરોગ્ય અને પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ પણ યોજાઇ હતી.
કોરોના સંક્રમણ અટકાવવા અંબાજી ખાતે
અધિક કલેકટરશ્રી એ.ડી.ચૌહાણના અધ્યક્ષસ્થાને
વેપારીઓની બેઠક યોજાઇઃ
અવેરનેશ માટે ફ્લેગ માર્ચ પણ યોજાઇ
જેમાં કોરોના સંક્રમણ અટકાવવા સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં દાંતા મામલતદારશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અંબાજીના વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.