દીઓદર બેંક ઓફ બરોડાનું એટીએમ ચારમાસથી બંધ. Bank Of Baroda ATM:
એક તરફ સરકાર (Govt. Of India) અને આર.બી.આઈ. (RBI) ડીઝીટલ સેવાઓને પ્રાથમિકતા આપી રહી છે.
લોકોને ઓનલાઈન પેમેન્ટ કે ATM દ્વારા રકમ ઉપાડવા ભાર આપી રહી છે.
ત્યારે દીઓદરમાં (Diyodar) આવેલ બેન્ક ઓફ બરોડા ની ( Bank Of Baroda ) શાખામાં છેલ્લા ત્રણ-ચાર માસથી ATM બંધ છે.
આધુનીક યુગમા એટીએમ રીપેરીંગ થઈ શકે યા નવું આવી શકે પરંતુ આટલો સમય વિતવા છતાં એટીએમનો કોઈ નિવડો આવતો નથી.
પ્રજાજનો બેંકમાં પૈસા ઉપાડવા લાંબી લાંબી લાઈનો હોઈ જઈ શકતા નથી.
ત્યાં પણ એટીએમ બંધ ..
પ્રજાને જવું ક્યાં..?
ATM બંધ હોઈ બેંક દ્વારા પૈસા ઉપાડવા માટે ATM ની જગ્યાએ ટેમ્પરેરી વ્યવસ્થા કરી છે.
જેના કારણે બેંકોમાં જેટલી લાઈનો છે.
તેનાથી બદસ્થિતિ અહીં જાેવા મળે છે.
એરકન્ડીક્શન ઓફીસમાં બેસી વહીવટો વાતો કરી
પ્રજાના પ્રશ્નો તરફ ઉદાસીનતા સેવતા અધિકારીઓને નીચે પ્રજાની શું હાલત છે
. તે જાેવાની ક્યાં ફુરસદ છે..
તેમાંય દેનાબેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર થતાં
( Dena Bank )દેનાબેંકના ગ્રાહકો સાથે સોતીલું વર્તન દર્શાવાતું હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ
દીઓદર બેંક ઓફ બરોડામાં નિતિ નિયમો સામાન્ય પ્રજાજનોને અધિકારીઓના મુખ માંથી નીકળે તેજ બની જાય છે.
પ્રજા જાય ક્યાં..?
નીચે કોઈ સાંભળવા વાળું નથી.
અને ઉપર AC માં બેઠેલા સાહેબોને સમાન્ય પ્રજાની ફરીયાદો સાંભળવાની લોનધારકોની વ્યુહ રચનામાં સમય નથી..