દિયોદર પોલીસ સ્ટેશન કોરોના માં સપડાયું,૦૯ પોલીસ કર્મી થયા કોરોના પોઝીટીવ. (Diyodar Police Station).
સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે.
દિન-પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે .
ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ના કેસો જોવા મળી રહ્યા છે.
ત્યારે દિયોદર પોલીસ સ્ટેશન પણ કોરોના માં સપડાયું છે.
દિયોદર પોલીસ સ્ટેશનમાં આઠ પોલીસ કોન્સ્ટેબલ સહિત ડી.વાય.એસ.પી કચેરી માંથી એક સહિત કુલ નવ પોલીસ કર્મી કોરોના માં સપડાયા છે. (Diyodar Police Station)
જે લોકો કોરોના માં પ્રજા ને જાગૃત કરનાર ખુદ કોરોના વોરીયર્સ કોરોના પોઝિટિવ થયા છે. (Corona warriors)
ત્યારે દિયોદર પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આથી દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારની જાહેર જનતાને જણાવામાં આવેલ કે
હાલમાં વિશ્વમાં ચાલી રહેલા કોરોના મહામારી ના કારણે
દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ પ્રમાણમાં કોરોના ના પોઝિટિવ કેસ આવેલ હોઈ
જેથી તમામ જાહેર જનતા ને નમ્ર વિનંતી છે કે ખાસ અગત્યનું કામ સિવાય પોલીસ સ્ટેશન આવવું નહીં અને જરૂર જણાય તો
દિયોદર પોલીસ સ્ટેશન ના
મોબાઈલ નંબર 8866400665
ઉપર સંપર્ક કરવો