શ્રી દશા શ્રીમાળી બેતાલિસી કાંકરેજી જૈન સમાજ દ્વારા
“કાંકરેજી કોરોના કેર અમદાવાદ” ની શરૂઆત
કોરોના ની બીજી લહેર માં અનેક લોકો સપડાઈ રહ્યા છે
અનેક પરિવારજનો સહ પરિવાર અસરગ્રસ્ત થઈ રહ્યા છે.
કેટલાક લોકો માર્ગદર્શનના અભાવે કે સાધન સામગ્રીના અભાવે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે,
ત્યારે કાંકરેજી સમાજના નવયુવાનો ના દિલ હચમચી ગયા.
સૌ નવયુવાનો સમાજના વિવિધ સંગઠનોના શુભેચ્છાઓ સાથે એકત્ર થયા,
તેમાં ૨૧ જેટલા મેડિકલ સ્ટોર્સ ધરાવતા યુવાનોએ અને અને
ડોક્ટરો સાથે ઘરોબો ધરાવતા યુવાનો, વડીલો તથા
સમાજ માટે અડધી રાત્રે મેડિકલ ક્ષેત્રે સેવા સહ માર્ગદર્શન આપતાં ડૉક્ટર મિત્રોના માર્ગદર્શન અને સુઝાવ થી
કાંકરેજી સમાજ માટે ખાસ
“સેવા હેલ્પલાઇન”
નંબર
+91 8141155525
(ઈમરજન્સી ૨૪x૭)
નો શુભારંભ કરેલ છે.
♦ રાજદીપ હોટલમાં કોવીડ-19 ની હોસ્પિટલ છે ત્યાં સમાજના પેશન્ટને પ્રાયોરિટી આપી દાખલ કરવામાં આવશે, જેથી તપન હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવશે
♦ હોટલના ટેરેસ ઉપર શેડ બનાવી 2૦ જેટલા બેડની કોરંટાઈન થવાની સુવિધા સાથે ભોજન સુવિધા.
( જેથી સમાજનો કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય અને કોરંટાઈન થવું પડે તો સુવિધા મળી રહે )
♦ વેન્ટિલેટર, HRCT, RTPCR ટેસ્ટ કરાવવા તેમજ મેડીકલ વિશે સમાજના મેડિકલ ક્ષેત્રે જોડાયેલા તજજ્ઞોનું માર્ગદર્શન, યોગ્ય જગ્યાએ એડમિટ કરાવવાનો અદભુત પ્રયાસ……