સંપૂર્ણ વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારી ની સામે લડવા માટે હાલ આપણી પાસે એક જ ઉપાય કોરોના વેક્સિન છે.
પરંતુ જો કોઈ ખૂની પોતાના કરેલા ગુનામાં થી બચવા માટે તેનો ઉપયોગ કરે તો ?
સુરતમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખૂની હત્યા કર્યા બાદ કોરોના વેક્સિનને દોષી ઠેરવી હતી.
ડીંડોલી માલ સંતોષીનગર વસાહતમાં 65 વર્ષની વૃદ્ધા સુલતાના અને તેના 45 વર્ષીય પ્રેમી રોહિત સ્વાઈ એક સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.
13 તારીખ ના રોજ રોહિત સુલતાનાને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. ત્યાં જઈને તેણે જણાવ્યું કે સુલતાનાની તબિયત બગડી ગઈ હતી અને તેણે તાજેતરમાં જ વેક્સિનનો ડોઝ દીધો હતો.
ડોક્ટરોએ તપાસ કરતા સુલતાનાને મૃત ઘોષિત કરી હતી.
જ્યારે પોલીસ ને જાણ કરવામાં આવી અને પોલીસ હોસ્પિટલમાં પહોંચી ત્યારે તને જોઈને પોલીસને લાગ્યું કે તે 1 દિવસ જૂની છે.
ત્યારબાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતાં ખબર પડી કે સુલતાનાનું મૃત્યુ ગળુ દબાવવાથી થયું હતું.
ત્યારબાદ પોલીસે રોહિતને વ્યવહાર કર્યો અને પૂછતાછ કરતાં રોહિતે જણાવ્યું કે 12મી તારીખ ના રોજ સુલતાનાએ ખાવાનું ન બનાવતા બંને વચ્ચે ઝગડો થયો હતો.
જેના પગલે રોષે ભરાયેલા રોહિતે સુલતાનાની હત્યા કરીને તેની લાશ ની બાજુમાં સૂઈ ગયો હતો.
પોલીસને હાલ મૃતક મહિલા વિશે કોઈપણ પ્રકારની માહિતી મળી નથી અને તેના પરિવારજનોની શોધખોળ ચાલુ છે.